શોધખોળ કરો

ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય

ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત માછરને વિમાનની કોકપિટમાં સહ-પાયલટના હુમલાનો સામનો કરીને 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવવા બદલ ઇઝરાયેલનું સર્વોચ્ચ નાગરિક વીરતા સન્માન આપવામાં આવશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇઝરાયેલ કેપ્ટન સ્મિત માછરને સર્વોચ્ચ નાગરિક સન્માન આપશે.
  • તેમણે સહ-પાયલટના જીવલેણ હુમલા છતાં 174 જીવ બચાવ્યા.
  • હુમલાખોર વિમાનને ઇમારત સાથે અથડાવવાનું કાવતરું કરતો હતો.
  • ગંભીર ઇજાગ્રસ્ત હોવા છતાં દરવાજો ખોલી દુર્ઘટના ટાળી.

ફ્લાયદુબઈના વિમાનની કોકપિટમાં પોતાના જ સહ-પાયલટના જીવલેણ હુમલાનો સામનો કરીને 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત માછરને ઇઝરાયેલનું સર્વોચ્ચ નાગરિક વીરતા સન્માન આપવામાં આવશે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે આ જાહેરાત કરી છે.

તેમણે જણાવ્યું કે કેપ્ટન માછર સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને ઇઝરાયેલના રાષ્ટ્રપતિનો નાગરિક વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

ગંભીર રીતે ઘાયલ થયા હતા ભારતીય પાયલટ

ઘટના દરમિયાન કેપ્ટન સ્મિત માછરના સહ-પાયલટ હમ્મામ અલ-હમામીએ કોકપિટની અંદર તેમના પર ક્રેશ એક્સ (વિમાનમાં ઉપયોગમાં લેવાતું કટોકટીનું કુહાડી જેવું સાધન) વડે હુમલો કર્યો હતો. હમ્મામ ઓમાનનો નાગરિક છે. આ હુમલામાં ભારતીય પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું.

આટલી ગંભીર ઇજા છતાં કેપ્ટન માછરે હિંમત હારી નહોતી અને કોકપિટનો દરવાજો ખોલી દીધો હતો. તેના કારણે વિમાનમાં સવાર ઇઝરાયેલી મુસાફરોને અંદર પહોંચીને હુમલાખોરને કાબૂમાં લેવાની તક મળી હતી. આ કાર્યવાહીથી વિમાનમાં સવાર લોકોના જીવ બચાવવામાં મદદ મળી હતી.

હાલમાં કેપ્ટન માછરની સંયુક્ત આરબ અમીરાત (UAE)ની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરતાં જણાવ્યું કે તેમની બહાદુરી અને વ્યાવસાયિક કુશળતાએ મોટી દુર્ઘટના ટાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સ્વસ્થ થયા બાદ આપવામાં આવશે સન્માન

ઇઝરાયેલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે જણાવ્યું હતું કે, “આજે અમે જે ઇઝરાયેલી નાયકોનું સન્માન કરી રહ્યા છીએ, તેમની સાથે ભારતના કેપ્ટન સ્મિત માછર ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પણ અમે કામના કરીએ છીએ. તેમની અસાધારણ બહાદુરી અને વ્યાવસાયિક સૂઝબૂઝે એક મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે ઇઝરાયેલની જનતા વતી તેમને દેશનો રાષ્ટ્રપતિ નાગરિક વીરતા પુરસ્કાર એનાયત કરવો મારા માટે ગૌરવની વાત હશે.”

વિમાનને ઇમારત સાથે અથડાવવાની યોજના હતી

ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓને ટાંકીને આવેલા અહેવાલો અનુસાર, હમ્મામ અલ-હમામીની મૂળ યોજના વિમાન પર નિયંત્રણ મેળવી તેને તેલ અવીવ લઈ જવાની અને ત્યાં કોઈ ઇમારત સાથે અથડાવવાની હતી. જોકે, કેપ્ટન માછરની બહાદુરીને કારણે તે પોતાની યોજનામાં સફળ થઈ શક્યો નહોતો.

અહેવાલો અનુસાર, ત્યારબાદ ઓમાની સહ-પાયલટે વિમાનને રણ વિસ્તારમાં તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિમાનમાં હાજર અન્ય પાયલટોએ, જેઓ તે સમયે ફરજ પર નહોતા, વિમાનનું નિયંત્રણ સંભાળી લીધું હતું અને તેને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયામાં ઉતાર્યું હતું. ત્યારબાદ ઘાયલ કેપ્ટન માછરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સન્માન નાગરિકોને તેમની અસાધારણ બહાદુરી બદલ આપવામાં આવે છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન માછરે જે રીતે પરિસ્થિતિનો સામનો કર્યો, તેને આ સન્માન માટે યોગ્ય માનવામાં આવ્યો છે.

પાંચ ઇઝરાયેલી નાગરિકોને પણ વીરતા પુરસ્કાર મળ્યો

વિમાનમાં હુમલાખોરને કાબૂમાં લેવામાં અને સંભવિત દુર્ઘટના રોકવામાં મદદ કરનારા પાંચ ઇઝરાયેલી નાગરિકોને પણ રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે વીરતા પુરસ્કાર એનાયત કર્યો છે.

ગયા અઠવાડિયે આ નાગરિકોની બહાદુરીની પ્રશંસા કરતાં હર્ઝોગે કહ્યું હતું, “તમે અન્ય લોકોના જીવ બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂક્યા અને એક ભયાનક દુર્ઘટના ટાળી હતી. આજે આખી દુનિયાએ ઇઝરાયેલી સમાજનો સુંદર અને સાહસિક ચહેરો જોયો છે.”

અગાઉ પણ કેપ્ટન સ્મિત માછરની હિંમત અને સૂઝબૂઝની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશંસા કરી ચૂક્યા છે

 

 

Frequently Asked Questions

કેપ્ટન સ્મિત માછરને કયું સન્માન પ્રાપ્ત થશે?

તેમને ઇઝરાયેલનું સર્વોચ્ચ નાગરિક વીરતા સન્માન પ્રાપ્ત થશે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે આ જાહેરાત કરી છે.

કેપ્ટન સ્મિત માછરને શા માટે સન્માનિત કરવામાં આવશે?

તેમણે પોતાના સહ-પાયલટના હુમલાનો સામનો કરીને 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવ્યા હતા. તેમની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી હતી.

કેપ્ટન સ્મિત માછર પર કોણે હુમલો કર્યો હતો અને કયા સાધનથી?

તેમના સહ-પાયલટ હમ્મામ અલ-હમામીએ કોકપિટની અંદર ક્રેશ એક્સ (કટોકટીનું કુહાડી જેવું સાધન) વડે હુમલો કર્યો હતો. હમ્મામ ઓમાનનો નાગરિક છે.

હુમલાખોર સહ-પાયલટની મૂળ યોજના શું હતી?

ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓ અનુસાર, તેની યોજના વિમાનને તેલ અવીવ લઈ જઈને કોઈ ઇમારત સાથે અથડાવવાની હતી. કેપ્ટન માછરને કારણે તે નિષ્ફળ રહ્યો.

Advertisement

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
Afghanistan Blast: અફઘાનિસ્તાનમાં સ્કૂલની પાસે બ્લાસ્ટ, 6 વિદ્યાર્થીઓના મોત અને 97 ઘાયલ
Afghanistan Blast: અફઘાનિસ્તાનમાં સ્કૂલની પાસે બ્લાસ્ટ, 6 વિદ્યાર્થીઓના મોત અને 97 ઘાયલ
Advertisement

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Embed widget