Manipur Violence:મણિપુરમાં હિંસામાં 54 લોકોએ ગુમાવ્યાં જીવ, જાણો તોફાનનું મુખ્ય કારણ શું હતું?
આ અઠવાડિયે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે. રાજ્યમાં આર્મી-આસામ રાઈફલ્સ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ની તૈનાતી બાદ સ્થિતિમાં સુધારો થયો છે
Manipur Violence:આ અઠવાડિયે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે. રાજ્યમાં આર્મી-આસામ રાઈફલ્સ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ની તૈનાતી બાદ સ્થિતિમાં સુધારો થયો છે. દરમિયાન, મણિપુર સરકારે હિંસામાં જીવ ગુમાવનારાઓનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં 54 લોકોના મોત થયા છે. જોકે, બિનસત્તાવાર આંકડો ઘણો વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દરમિયાન, શનિવારે ઇમ્ફાલ ઘાટીમાં બજારો અને દુકાનો ખુલી રહી છે. તેમજ કેટલાક વાહનો રસ્તાઓ પર જોવા મળ્યા હતા. દરમિયાન રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત જોવા મળી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,000થી વધુ સુરક્ષા દળોના જવાનો તૈનાત છે. આ કડક સુરક્ષાના કારણે લોકો ઈમ્ફાલમાં રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે.
જણાવવામાં આવ્યું છે કે હિંસામાં માર્યા ગયેલા 54 લોકોમાંથી 16ના મૃતદેહને ચુરાચંદપુરની જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અને 15 મૃતદેહો જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં રાખવામાં આવ્યા હતા. આ સિવાય ઇમ્ફાલના પશ્ચિમમાં લેમફેલમાં પ્રાદેશિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ દ્વારા 23 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.
કેમ ભડકી હિંસા
તાજેતરની હિંસાના મુખ્ય બે કારણો છે. એક તો બહુમતી મીતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનો નિર્ણય છે, જેનો કુકી અને નાગા સમુદાયો વિરોધ કરી રહ્યા છે. આઝાદી બાદથી કુકી અને નાગા સમુદાયોને આદિવાસીનો દરજ્જો મળ્યો છે. અને બીજું કારણ સરકારી જમીન સર્વે છે. ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર આદિવાસી ગ્રામજનો પાસેથી આરક્ષિત જંગલ વિસ્તાર ખાલી કરાવવા અભિયાન ચલાવી રહી છે. કૂકી સમુદાય તેની વિરુદ્ધ છે.
Umesh Pal Murder Case : શાઇસ્તા મુદ્દે મોટો ખુલાસો, અતીકના છેલ્લા દિદાર કરવા રોકાઇ હતી ઝફરના ઘરે
Umesh Pal Murder Case :શાઇસ્તા તેના પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે અતીકના વફાદાર ઝફરના ઘરે રોકાઈ હતી. ઝફરનો પુત્ર અતીન લખનૌમાં તેની સાથે રહેતા માફિયા અતીકના પુત્ર અસદનો મિત્ર હતો.
માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદના મૃત્યુ બાદ પોલીસ એ વિચારીને સતર્ક થઈ ગઈ હતી કે અતીકની પત્ની શાઈસ્તા તેના પતિને વિદાય આપવા ચોક્કસ આવશે. જોકે પોલીસને શાઈસ્તાના આગમન વિશે કોઈ માહિતી મળી ન હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે, શાઈસ્તાએ તેના પતિ અને સાળાને અંતિમ શ્રદ્ધાંજલિ પણ આપી ન હતી, પરંતુ હવે અહેવાલ છે કે શાઈસ્તા પરવીન ગુપ્ત રીતે તેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવી હતી.
ઉમેશ પાલ મર્ડર કેસની આરોપી શાઈસ્તા પરવીન તેના પતિ અને દિયરનાઅંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રયાગરાજમાં હતી. મળતી માહિતી મુજબ, શાઇસ્તા ખુલદાબાદમાં અતીકના વફાદાર ઝફરુલ્લાહના ઘરે રહેતી હતી. આ દરમિયાન શાઇસ્તાની સાથે પાંચ લાખનું ઇનામી સાબીર પણ હાજર હતો. શાઈસ્તા તેના પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પ્રયાગરાજમાં જ રોકાઈ હતી, પરંતુ પોલીસને તેના વિશે કોઈ સુરાગ પણ ન મળ્યો અને બધાને લાગ્યું કે શાઈસ્તા પ્રયાગરાજ પહોંચી નથી.
શાઇસ્તા અતિકના વફાદારના ઘરે રોકાઈ
પ્રયાગરાજ પોલીસે ઉમેશ પાલના હત્યારાઓને આશ્રય આપવાના કેસમાં અસદના મિત્ર અતિનની ધરપકડ કરી છે. અતિને અસદનો બીજો આઈફોન પોલીસને રિકવર કર્યો છે. જણાવી દઈએ કે અતિનના પિતા ઝફર પહેલાથી જ લખનૌ જેલમાં બંધ છે.