Nepal Plane Crash Updates: પ્લેન ક્રેશ પહેલા કેવી હતી વિમાનની સ્થિતિ, જુઓ વીડિયો
Nepal Aircraft Crash: નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. કાઠમંડુથી પોખરા જઈ રહેલું પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં 10 વિદેશી અને પાંચ ભારતીય સહિત કુલ 72 મુસાફરો સવાર હતા. જેમાં ચાર ક્રૂ મેમ્બર હતા.
Nepal Plane Crash: નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું એટીઆર 72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું છે. યતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. તમામ 72 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ એરપોર્ટ હાલ બંધ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. 4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના મોત થયા છે. તેમના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે.
#नेपाल विमान हादसे के ठीक पहले का मोबाइल से बनाया हुआ वीडियो इस वीडियो में विमान हादसे के दौरान धमाके की आवाज भी सुनी जा सकती है…@newsindia24x7_ pic.twitter.com/B0wpQjwViC
— Ali Sharar. علی شرر (@AliSharar3) January 15, 2023
પ્લેન ક્રેશ પહેલાંનો વીડિયો આવ્યો સામે
નેપાળ પ્લેન ક્રેશનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો પ્લેન ક્રેશ થયા પહેલાનો છે. પ્લેન રનવે પર પહોંચતા પહેલા જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન રનવેથી થોડાક જ મીટર પહેલા ક્રેશ થયું હતું. આ વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં દૂરથી આવી રહેલું એક પ્લેન નમતું જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ થોડી જ સેકન્ડમાં જોરદાર ધડાકો સંભળાઇ રહ્યો છે.
An ATR-72 plane of Yeti Airlines crashed today near the Pokhara Airport while flying from Kathmandu. According to the info provided by Civil Aviation Authority of Nepal, 5 Indians were travelling on this flight. Rescue operations are underway. pic.twitter.com/rkLC3QbStn
— IndiaInNepal (@IndiaInNepal) January 15, 2023
નેપાળમાં પ્લેન ક્રેશનો સિલસિલો
- મે 2022માં તારા એરનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સવાર તમામ 22 લોકો માર્યા ગયા હતા. જેમાં 16 નેપાળી, ચાર ભારતીય અને બે જર્મન મુસાફરોનો સમાવેશ થાય છે.
- માર્ચ 2018 માં, યુએસ-બાંગ્લા એરલાઇન્સનું વિમાન કાઠમંડુના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 51 લોકોના મોત થયા હતા.
- પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનમાં સવાર તમામ 167 લોકો નેપાળમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત નેપાળનો 1992 પછીનો સૌથી ભયંકર અકસ્માત હતો.
- માત્ર બે મહિના પહેલા જ આ એરપોર્ટ નજીક થાઈ એરવેઝનું એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 113 લોકોના મોત થયા હતા.
#Pokhara Nepal Plane Crash -#नेपाल के #पोखरा में प्लेन क्रैश
— Vaibhav Raj Shukla (@VaibhavRjShukla) January 15, 2023
कुल 72 लोग सवार थे 16 से ज़्यादा शव बरामद
---#Nepal #planecrash pic.twitter.com/m2woikcifB