શોધખોળ કરો

Poonch Terror Attack: પૂંછ આતંકી હુમલામાં શહીદ જવાન કારગિલના યુદ્ધના હીરોનો સુપુત્ર, માને કહેતો હતો બધું જ ઠીક કરી દઇશ

હુમલા બાદ સેના આતંકીઓના જૂથને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સેનાને 6-7 આતંકવાદીઓની હાજરીના ઈનપુટ મળ્યા છે.

Poonch Terror Attack: હુમલા બાદ સેના આતંકીઓના જૂથને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સેનાને 6-7 આતંકવાદીઓની હાજરીના ઈનપુટ મળ્યા છે.

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદી હુમલામાં બલિદાન આપનાર પાંચ સૈનિકોમાંથી એક લાન્સ નાઈક કુલવંત સિંહે પોતાના પિતાની જેમ શહીદી મેળવી. કુલવંત સિંહના પિતાએ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના જીવની કુરબાની  આપી હતી.

તેમના પિતાએ કારગીલના યુધ્ધમાં બલિદાન વહોર્યાં બાદ તે 11 વર્ષ બાદ તેઓ 2010માં સેનામાં જોડાયા હતા. લાન્સ નાઈક કુલવંત સિંહની માતાએ જણાવ્યું કે, 'જ્યારે મારો પુત્ર સેનામાં જોડાવા માટે ઘર છોડ્યો ત્યારે તેણે મને કહ્યું કે તેને કંઈ થશે નહીં અને બધું સારું થઈ જશે. કુલવંતની માતાએ લગભગ 24 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં તેના પતિ બલદેવ સિંહને ગુમાવ્યા હતા.

ફોન પર પત્ની સાથે છેલ્લી વાત શું થઈ

કુલવંતની પત્ની હરદીપ કૌરે જણાવ્યું કે, 'કુલવંતે તેમની શહીદીના એક દિવસ પહેલા તેમને ફોન કર્યો અને તેમના પુત્રને સમયસર રસી અપાવવા માટે કહ્યું. તેમના પરિવારમાં માતા, પત્ની, દોઢ વર્ષની પુત્રી અને ચાર માસનો પુત્ર છે. કુલવંત તેના ગામનું ઘર ફરીથી બનાવવાનું વિચારી રહ્યો હતો કારણ કે તેનું ઘર ઘણું જૂનું થઈ ગયું હતું.

કુલવંત સિંહ એક માત્ર કમાનાર હતો

કુલવંતને દોઢ વર્ષની પુત્રી અને ત્રણ માસનો પુત્ર છે, જે મોગાના ચડીક ગામમાં રહે છે. ગામના સરપંચે કહ્યું કે કુલવંત પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો, તેથી સરકારે તેના પરિવારને દરેક શક્ય રીતે મદદ કરવા આગળ આવવું જોઈએ.

આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે

ગુરુવારે (20 એપ્રિલ), અજાણ્યા આતંકવાદીઓએ રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછ વચ્ચેથી પસાર થતા આર્મી વાહન પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે લશ્કરના શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડની મદદથી સેનાની ટ્રકમાં આગ લગાવી દીધી.

Poonch Terror Attack: ઇફતાર પાર્ટીનો સામાન લઇને પરત ફરતી ટ્રક પર આંતકી હુમલો, પૂંછના લોકો નહિ મનાવે ઇદ

Poonch Terror Attack: પૂંછમાં સેનાની ટ્રક પર હુમલો કરવામાં આવ્યો, તે ઈફ્તારનો સામાન લઈને પરત ફરી રહી હતી. તે જ દિવસે સાંજે એક ગામમાં ઈફ્તાર પાર્ટી યોજાવાની હતી. આ આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગુરુવારે (20 એપ્રિલ) આર્મીની ટ્રક પર આતંકી હુમલો થયો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. હવે આ માહિતી સામે આવી છે કે જ્યારે આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો ત્યારે આ સેનાના જવાનો પૂંછના એક ગામમાં યોજાનારી ઈફ્તાર પાર્ટી માટે ટ્રકમાં ફળો અને અન્ય વસ્તુઓ લઈ જઈ રહ્યા હતા. આ ઈફ્તાર પાર્ટીમાં ઉપવાસીઓની સાથે તે ગામના પંચ અને સરપંચને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના જવાનોએ 20 એપ્રિલની સાંજે સાંગોટ વિસ્તારમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. સેના જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ આવી ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરતી રહે છે. આ ઘટનાને લઈને આતંકીઓ ગુસ્સામાં હતા. એવા પણ અહેવાલ છે કે આતંકવાદીઓએ ઈફ્તાર પાર્ટીથી નારાજ થઈને જ આ હુમલાની યોજના બનાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget