શોધખોળ કરો

Rajkot: દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા

રાજકોટ: લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.

રાજકોટ: લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. રાજકોટના અગ્રણી બિલ્ડર મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલા બાદ લોક ગાયક દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી છે. દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. આજે પણ કોર્ટમાં દેવાયત ખવડના વકીલે ધારદાર રજૂઆતો કરી હતી.

લોકગાયક દેવાયત ખવડને જેલ હારવાલે કરવામાં આવતા સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચી છે. દેવાયત ખવડના વકીલે મીડિયા સાથે વાતચીત કરી હતી. આગામી દિવસોમાં જામીનની પ્રકિયાઓ હાથ ધરવામાં આવશે. આજે પણ દેવાયત ખવડના વકીલે કહ્યું, કલમ 307 દાખલ ન થઈ શકે. આ કેસમાં 325ની જ કલમ વાગુ થઈ શકે.

સુરતમાં આદ આદમી પાર્ટીના નેતા સામે જાણો કયા મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ

આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાંડેસરા વિસ્તારના આપ નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. આજે 12 વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે આપ નેતા ગૌતમ પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે ગૌતમ પટેલે 2 લાખ વ્યાજે આપ્યા હતા. જેના બદલામાં 4.50 લાખ વસુલયાહતા અને સાથે સાથે 12 લાખના પ્લોટની ફાઇલ કબજે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વોન્ટેડ જાહેર કરાયેલા આપ નેતા ગૌતમ પટેલની પત્ની નીતા ગૌતમ પટેલ સુરત શહેર આપ મહિલા પ્રમુખ છે.

દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત રાખવા સંસદમાં કરી રજૂઆત

સાંસદ મિતેષ પટેલ દ્વારા સંસદ સત્ર દરમ્યાન India નામની જગ્યાએ ભારત અથવા ભારત વર્ષ રાખવા સદનમાં વિષય ઉઠાવ્યો છે. હાલ દિલ્હી સ્થિત શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમ્યાન india નામ બદલવા રજુઆત કરવામાં આવી છે. અંગ્રેજોના સમયમાં ભારતને India નામથી સંબોધન કરવામાં આવતું હતું. ગુલામીના ચિન્હોને દૂર કરવા સંસદમાં રજુઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે,  ઈન્ડિયા નામની જગ્યાએ દરેક ડોક્યુમેન્ટ પર ભારત અથવા ભારત વર્ષનું નામ આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં હજુ સુધી કેમ નથી પડી કડકડતી ઠંડી ?

ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે છતાં રાજ્યમાં ઠંડી પડતી નથી. આ દરમિયાન આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં સામાન્યથી 5 ડિગ્રી તાપમાન ઊંચું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં હોવાના કારણે આ વર્ષે ઠંડી નહીંવત પડી રહી છે. આગામી થોડા દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલ કોઈ સિસ્ટમ સક્રીય નથી.

હવામાન વિભાગે થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું લોન્ગ ફોરકાસ્ટ

થોડા દિવસ પહેલા હવામાન વિભાગે લોન્ગ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું. જે મુજબ ડિસેમ્બરમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નથી. આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં નોર્મલ તાપમાન કે તેનાથી વધુ તાપમાન રહી શકે છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખરી ઠંડીનો અનુભવ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget