શોધખોળ કરો

સૌરાષ્ટ્રના અનેક યાર્ડમાં લસણની હરાજી બંધ રખાઈ, જાણો ચાઈનીઝ લસણનો વિરોધ કેમ થઈ રહ્યો છે  

દેશમાં ચાઈનીઝ લસણની ઘૂસણ ખોરીને લઈને આજે અનેક યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી.   ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બેનરો સાથે વેપારીઓ અને ખેડૂતોએ વિરોધ કર્યો.

રાજકોટ:  દેશમાં ચાઈનીઝ લસણની ઘૂસણ ખોરીને લઈને આજે અનેક યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી.   ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બેનરો સાથે વેપારીઓ અને ખેડૂતોએ વિરોધ કર્યો. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સફેદ સોનું ગણાતા લસણની પણ હવે ચાઇનાથી ઘૂસણખોરી શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ વેચવા માટે આવ્યું હતું ત્યારે તાત્કાલિક વેપારીઓએ આ લસણને પારખી લીધું હતું. ગોંડલથી શરૂ થયેલો ચાઈનીઝ લસણનો વિરોધ હવે દેશવ્યાપી બની ગયો છે. 

માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ

આજે રાજકોટ,ગોંડલ અને જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. ચાઈનીઝ લસણની ઘૂસણ ખોરીને લઈને વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ સ્વરૂપે આજે લસણની હરાજી બંધ રાખવામાં આવી છે. રાજકોટ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સીઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવકો થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતો સફેદ સોના તરીકે લસણને ઓળખે છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શિયાળુ પાક તરીકે લસણનો મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં આજે લસણની હરાજી બંધ રહી હતી.


ચાઈનીઝ લસણનો કેમ વિરોધ 

1. ચાઈનીઝ લસણ સ્થાનિક લસણની સરખામણીએ ગુણવતા યુક્ત નથી હોતું

2. ચાઈનીઝ લસણની આવક થતાં સ્થાનિક લસણનો ભાવ નીચો રહે છે

3. ચાઈનીઝ લસણનું મોટી કવોન્ટીટીમાં ઉત્પાદન થાય છે જ્યારે કે સૌરાષ્ટ્રનું સ્થાનિક લસણ કવોલીટીમાં સારું હોઈ છે

4. સ્થાનિક ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહી  તે માટે સરકાર દ્વારા ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો

5. છેલ્લા 2 વર્ષથી લસણના સારા ભાવ મળતા ખેડૂતો લસણના વાવેતર તરફ વળ્યા છે

6. સ્થાનિક બજારમાં લસણના ભાવમાં ઉછાળો નોંધાતા ભારતીય બજારોમાં ચાઈનીઝ લસણ ઘૂસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

7. સ્થાનિક બજારમાં માંગના પ્રમાણમાં ઉત્પાદન ઓછું હોવાના કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અહીં સૌથી વધુ લસણની આવક થાય છે. સૌપ્રથમ વખત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ ચાઈનીઝ લસણ આવતા અહીંના વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ યાર્ડમાં ચાઈનીઝ લસણના વિરોધમાં લસણની હરાજી બંધ રહી હતી. લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હરાજી બંધ સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા હતા.સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન અપાયું હતું. ચાઈનીઝ લસણ બંધ કરોના પોસ્ટર હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો.

સમગ્ર દેશમાં ચાઈનીઝ લસણનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ વચ્ચે રાજકોટ યાર્ડથી ભારતના લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચેના ભેદનો વિશેષ રિપોર્ટ એબીપી અસ્મિતા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.  કઈ રીતે તમે ઓળખી શકો છો કે આ ચાઈનીઝ લસણ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget