શોધખોળ કરો

Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા અને વીરપુર પંથકમાં ખેડૂતો દ્વારા GETCOની વીજ લાઇન સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ખેડૂતોએ ખેતરમાં ધરણાં કરી, ડુંગળી-રોટલો ખાઈ વિરોધ કર્યો.

રાજકોટ :  રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા અને વીરપુર પંથકમાં ખેડૂતો દ્વારા GETCOની વીજ લાઇન સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જેતપુર-મેવાસા વીજ લાઇનનો કંડક્ટર તૂટીને ખેતરમાં પડતાં ખેડૂતોમાં ભય અને રોષ ફેલાયો હતો. ત્યારબાદ રિપેરિંગ કામગીરી માટે પહોંચેલા GETCOના કર્મચારીઓને ખેડૂતોએ રોકી દીધા હતા. ખેડૂતોની માંગ છે કે રિપેરિંગ શરૂ કરતા પહેલાં તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે.

ખેતરમાં જ ખેડૂતોના ધરણાં

પોતાના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં લાંબા સમયથી નારાજગી જોવા મળી રહી છે. કંડક્ટર તૂટીને ખેતરમાં પડવાની ઘટના બાદ ખેડૂતોએ વિરોધનું વલણ અપનાવ્યું છે. ખેડૂતો ખેતરમાં જ બેનરો સાથે ધરણાં પર બેઠા છે અને GETCO સામે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે.


Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ

ડુંગળી-રોટલો ખાઈ કર્યો અનોખો વિરોધ

વિરોધને વધુ અસરકારક બનાવવા માટે ખેડૂતોએ ખેતરમાં જ બેસીને ડુંગળી-રોટલો ખાધો હતો. બેનરો સાથે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આ વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઇનના કારણે તેમના જીવ અને ખેતી બંને માટે જોખમ ઊભું થયું છે. ગયા અઠવાડિયે જેતપુર-મેવાસા વીજ લાઇનનો કંડક્ટર તૂટીને એક ખેતરમાં પડ્યો હતો. આ ઘટનાથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ GETCOના કર્મચારીઓ રિપેરિંગ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોએ એકસાથે મળીને કામગીરી અટકાવી દીધી હતી.


Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ

‘પહેલા અમારી માંગણીઓ પૂરી કરો’

ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે વીજ લાઇનનું રિપેરિંગ શરૂ કરતા પહેલાં તેમની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે વારંવાર કેબલ તૂટવાની ઘટનાઓને કારણે ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોના જીવને જોખમ રહે છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, પીઠડીયા અને વીરપુર પંથકમાંથી પસાર થતી આ વીજ લાઇન આશરે 60 વર્ષ જૂની છે. ખેડૂતોના દાવા મુજબ, લાઇનના કંડક્ટર તેમજ વીજ ટાવર પણ જર્જરિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં કંડક્ટર તૂટવાની ઘટનાઓ અવારનવાર બનતી હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે.

ખેડૂતોમાં ભય અને રોષ

વીજ લાઇનના કંડક્ટર તૂટીને ખેતરમાં પડવાની ઘટના બાદ ખેડૂતોમાં એક તરફ રોષ અને બીજી તરફ પોતાના તથા ખેતમજૂરોની સુરક્ષાને લઈને ભય જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતો દ્વારા પોતાની માંગણીઓનું નિરાકરણ આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ભૂમિકા અપનાવવામાં આવી છે. 

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો
Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget