શોધખોળ કરો
Advertisement
ચોટીલાના વોટર પાર્કમાં લોકો વચ્ચે થઈ મારામારી, સર્જાયા હતા આવા દ્રશ્યો
ચોટીલા પાસેના વોટર પાર્કમાં કંઈ અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ વોટર પાર્કમાં 10 શખ્સોએ વોટર પાર્કમાં ન્હાતા યુવકો સાથે મારા મારી કરી હોવાની માહિતી મળી હતી.
રાજકોટ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે ગરમીથી બચવા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. ત્યાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલા પાસેના વોટર પાર્કમાં કંઈ અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ વોટર પાર્કમાં 10 શખ્સોએ વોટર પાર્કમાં ન્હાતા યુવકો સાથે મારા મારી કરી હોવાની માહિતી મળી હતી.
ચોટીલા-રાજકોટ હાઈવે ઉપર અમરનાથ વોટર પાર્ક આવેલો છે. ઉનાળાના દિવસોમાં આ વોટર પાર્કમાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો હતો. આ ટોળાં વચ્ચે ગુરુવારે બપોરે વોટર પાર્કની બાજુમાં આવેલા રાજકમલ ગેસ્ટહાઉસના સ્ટાફને સ્થાનિકો સાથે માથાકૂટ થતાં મામલો બીચક્યો હતો.
ત્યાર બાદ ગેસ્ટહાઉસના સ્ટાફે લાકડીઓ વડે લોકોને ફટકાર્યા હતાં. સ્ટાફના 10 જેટલા લોકોએ વોટર પાર્કમાં ન્હાતા લોકો સાથે મારા મારી કરી હતી. આ શખ્સોએ લાકડીઓ વડે લોકોને ફટકાર્યા હતા. જેના પગલે વોટર પાર્કમાં આવેલા સહેલાણીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement