શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના કારણે થયું પહેલું મોત, જાણો દર્દીને ક્યાંથી લાગ્યો હતો ચેપ ?
અમરેલી જિલ્લામાં કોરોનાથી પ્રથમ વ્યક્તિનું મોત થયું છે. અમરેલીના ગજેરાપરાની 55 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત થયું છે.
અમરેલીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાથી મોતની સંખ્યા પણ એક હજારને પાર થઈ ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાથી પ્રથમ વ્યક્તિનું મોત થયું છે. અમરેલીના ગજેરાપરાની 55 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત થયું છે. 30મી મેના રોજ મહિલા કોરોના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા બાદ ગઈ કાલે 31મી મેના રોજ તેમનું મોત થયું હતું.
મળતી વિગતો પ્રમાણે વૃદ્ધ મહિલા 28 મેએ અમદાવાદથી અમરેલી આવ્યા હતા. મૃતક મહિલા અસ્થમા અને હાઇપર ટેન્શનના દર્દી હતા. મૃતક કોન્ટેક્ટમાં આવેલ લોકોના ટ્રેસીંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 10 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement