શોધખોળ કરો

આભ ફાટ્યું: જામનગરના આરીખાણા એક કલાકમાં 10 ઈંચ અને સુત્રાપાડાના ખેરા 5 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ-પોરબંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જોકે હવામાન વિભાગે આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: શનિવારે સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે ઝાપટાંને લઈને અલગ-અલગ જગ્યાએ અડધોથી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ-પોરબંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જોકે હવામાન વિભાગે આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરી છે. જામનગરના લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં આભ ફાટ્યું હતું. આ ગામમાં એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામનગરમાં ત્રણ અને ભાણવડમાં ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો. કચ્છના નખત્રાણા અને અબડાસામાં અનુક્રમે એક ઈંચ પાણી પડ્યું હતું તો ભાવનગરના વલ્લભીપુર સિવાયના શહેરો માત્ર છાંટાથી ભીંજાયા હતાં. રાજકોટમાં દિવસભર વાદળો જાણે તૂટી પડવાના હોય તેવા ગોરંભાયા હતા અને મોડી સાંજ બાદ વરસવાનું શરૂ કર્યું હતું. અમરેલી જિલ્લાના ધારી અને લાઠીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં 4 ઈંચ, માણાવદર અઢી ઈંચ, કેશોદ 1 ઈંચ, વંથલી 1 ઈંચ, ભેંસાણ-મેંદરડા અને માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં 1 ઈંચ, ગિર ગઢડામાં અડધો ઈંચ, વેરાવળ 1 ઈંચ, તાલાલા 3 ઈંચ, કોડીનાર 3 ઈંચ, સુત્રાપાડામાં 6 ઈંચ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં અઢી ઈંચ, કુતિયાણા પોણો ઈંચ, રાણાવાવ પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજે જામનગર જિલ્લામાં પણ મેઘસવારી આવી પહોંચી હતી અને જામનગર શહેરમાં ત્રણ ઈંચ અને ભાણવડમાં એક કલાકમા ચાર ઈંચ વરસાદ વરસી પડ્યો હતો. સૌરાષ્ટ્રનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 101.16 ટકાએ પહોંચ્યો છે ત્યારે જનજીવનમાં અનેરી ખુશાલી વર્તાઇ રહી છે. સૌરાષ્ટ્રના કુલ 139 પૈકીના 33 જળાશય છલકાઇ ગયા છે અને 15 જેટલા જળાશય છલકાવાના આરે પહોંચી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

Embed widget