રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાઃ કોમ્પ્યુટર વિભાગના પ્રોફેસર જાહેરમાં વીડિયોકોલમાં ન્યૂડ મહિલા સાથે....
વીડિયોકોલમાં સામે છેડે ન્યૂડ ડાન્સ કરતા દ્રશ્યો વાયરલ થયા; પ્રોફેસર આશિષકુમાર ભાલોડીયાનું નામ ચર્ચામાં; યુનિવર્સિટીના રજિસ્ટ્રારે તપાસ કમિટી રચી, કહ્યું વીડિયોની સ્પષ્ટતા નથી, તપાસ બાદ કાર્યવાહી થશે.

- રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે, આ વખતે એક પ્રોફેસર સામે ગંભીર આક્ષેપો છે.
- કોમ્પ્યુટર વિભાગના પ્રોફેસર આશિષકુમાર શુભાસચંદ્ર ભાલોડીયા કથિત રીતે એક વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં છે.
- આ વીડિયોમાં પ્રોફેસર કથિત રીતે ન્યૂડ વીડિયોકોલમાં વાત કરતા અને સામે છેડે કોઈ ન્યૂડ ડાન્સ કરતું હોવાના દ્રશ્યો છે.
- આ કથિત વીડિયો યુનિવર્સિટીના જ એક વિદ્યાર્થીએ રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે.
- યુનિવર્સિટીએ આ મામલે તપાસ કમિટી રચી છે અને જણાવ્યું છે કે વીડિયોની સ્પષ્ટતા નથી, પરંતુ તપાસ બાદ દોષિત સામે કડક કાર્યવાહી થશે.
Marwari University professor viral video: સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટીઓમાંની એક એવી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે વિદ્યાર્થીઓ નહીં, પરંતુ યુનિવર્સિટીના એક પ્રોફેસર સામે ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણના ધામમાં પ્રોફેસરના કથિત કૃત્યથી અનેક સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગના પ્રોફેસર આશિષકુમાર શુભાસચંદ્ર ભાલોડીયા કથિત રીતે એક વાયરલ વીડિયોને કારણે વિવાદમાં આવ્યા છે. આરોપ છે કે, પ્રોફેસર એક વીડિયોકોલમાં ન્યૂડ અવસ્થામાં વાત કરી રહ્યા હતા. આ વીડિયોકોલમાં સામે છેડે કોઈ વ્યક્તિ ન્યૂડ ડાન્સ કરી રહી હોય તેવા દ્રશ્યો કેદ થયા છે.
આ કથિત વીડિયો યુનિવર્સિટીના જ એક વિદ્યાર્થી દ્વારા ઉતારવામાં આવ્યો હોવાનું અને તેને વાયરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ જેને શિક્ષણ આપવાનું હોય તેવા પ્રોફેસરનું નામ આવા ગંભીર વીડિયો સાથે જોડાતા ભારે ચકચાર મચી છે.
યુનિવર્સિટીનો રજિસ્ટ્રાર પિન્ટો મામેનનું નિવેદન
આ ગંભીર મામલે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મામેને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા આ સમગ્ર મામલે તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. તેમણે સ્વીકાર્યું કે, આશિષ ભાલોડીયા નામના પ્રોફેસરનું નામ આ વિવાદ સાથે વાયરલ થયું છે અને યુનિવર્સિટી દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
જોકે, રજિસ્ટ્રારે હાલ પૂરતું સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે, "આજ પ્રોફેસરનો વિડિઓ છે તે અમે હાલ સ્પષ્ટતાથી ન કહી શકીએ." તેમણે ખાતરી આપી કે, કમિટી આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસના અંતે જેનું પણ નામ સામે આવશે અથવા જે દોષિત જણાશે તેની વિરુદ્ધ યુનિવર્સિટી દ્વારા કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને યુનિવર્સિટી કમિટીના રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ગંભીર ઘટનાથી યુનિવર્સિટીની છબીને નુકસાન થવાની ભીતિ છે અને આ પ્રકરણના અંતે શું પરિણામ આવે છે તે જોવું રહ્યું.





















