શોધખોળ કરો

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં અને ધીમીધારે વરસાદ વરસ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ.
  • ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં વરસાદી ઝાપટાં વરસ્યા.
  • પાક માટે હજુ વધુ સારા વરસાદની ખેડૂતોને જરૂરિયાત.
  • હવામાન વિભાગે 12-15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી.

Gujarat Rain: લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં અને ધીમીધારે વરસાદ વરસ્યો છે. એક મહિના બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાક માટે વરસાદ ફાયદાકારક સાબિત થાય તેવી આશા સાથે ખેડૂતો હવે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

ભાવનગર શહેર અને  ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. મહુવા અને જેસર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસરના રાણીગામ, દેપલા, કરજાળા, ઝકડલા અને હિપાવડલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને રાહત મળવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જૂનાગઢમાં પણ ધીમીધારે વરસાદ

જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ધીમીધારે વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.  ખેડૂતોનું કહેવું છે કે હાલ પડેલો વરસાદ પૂરતો નથી અને ખેતી માટે હજુ સારા વરસાદની જરૂરિયાત છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી

રાજકોટ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું.  ઉપલેટા શહેર અને આસપાસના ગામોમાં વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ધીમીધારે પડેલા વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થવાની શક્યતા છે.વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

જામનગરના ધ્રોલ પંથકમાં વરસાદી ઝાપટાં

જામનગર જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. ધ્રોલ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હમાપર, ખીજડીયા, ઈટાળા અને માનસર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે ભારે વરસાદ, વાંચી લો હવામાન વિભાગની મોટી આગાહી 

ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજથી 15 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્યની સરખામણીએ 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. 

Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ભૂકંપ: નિરંજન શાહ-જયદેવ શાહની ખુરશી પર ખતરો, એપેક્સ કાઉન્સિલ રદ કરવા ભલામણ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ભૂકંપ: નિરંજન શાહ-જયદેવ શાહની ખુરશી પર ખતરો, એપેક્સ કાઉન્સિલ રદ કરવા ભલામણ
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget