શોધખોળ કરો

Rajkot: લાંબા વિરામ બાદ ધોરાજીમાં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતો ખુશખુશાલ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ વરસ્યો છે. શહેરમાં લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ વરસ્યો છે. શહેરમાં લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.  ધોરાજી શહેરમા આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું.  બપોર બાદ શહેરના વાતાવરણમા પલટો આવતા ધીમીધારે વરસાદ વરસ્યો છે.  ધોરાજીના ગેલેક્સી ચોક,  સ્ટેશન રોડ,  આંબેડકર ચોક,  જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.  શહેરના માર્ગો વરસાદી પાણીથી ભીંજાયા છે.  વરસાદને લઈ વાતાવરણમા ઠંડક પ્રસરી છે.  લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.  

Rajkot: લાંબા વિરામ બાદ ધોરાજીમાં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતો ખુશખુશાલ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  17થી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. છોટા ઉદેપુર, દાહોદ, સુરતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કાલે નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસી શકે છે. 

સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ભારે વરસાદની આગાહીને પગલે 16થી 18 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ

ડાંગ જિલ્લામાં  વરસાદી માહોલ જામ્યો છે.  જિલ્લામાં સાપુતારા અને વઘઇમાં વરસાદ વરસ્યો છે.  ગત અઠવાડિયામા સારા વરસાદ બાદ ફરી વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી છે.  ખેતીવાડી કરતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  સહલાણીઓ માટે પણ વરસાદ આનંદ લઈને આવ્યો છે.  ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા સેહલાણીઓ માટે સ્વર્ગ સમાન બન્યું છે. 

નર્મદા જિલ્લામાં વરસ્યો વરસાદ

ર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.  વરસાદ પડતા ખેડૂતોને મોટી રાહત થઈ છે.  કેવડિયા ,ગરુડેશ્વર વિસ્તારમાં ભારે વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. સપ્ટેમ્બર સુધી  વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો.  નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોને ઘણી રાહત મળી છે.  જમીનમાં પાણી ઉતરતા જળ સ્તર પણ વધશે. 

પંચમહાલ જિલ્લામાં વરસાદ

પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  હાલોલ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો છે.  ગામ્ય વિસ્તારોમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા છે.  લાંબા સમયના વિરામ બાદ વરસાદના આગમનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
ઓનલાઈન શાકભાજી મંગાવતા પહેલા સાવધાન! રાજકોટમાં Blinkit સ્ટોરમાં દરોડા પાડતા ખુલ્લી પોલ
ઓનલાઈન શાકભાજી મંગાવતા પહેલા સાવધાન! રાજકોટમાં Blinkit સ્ટોરમાં દરોડા પાડતા ખુલ્લી પોલ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget