શોધખોળ કરો

Rajkot: CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો પૂરો થાય તેની પચીસ મિનિટ પહેલાં જ C.R. પાટીલ વચ્ચે ઉતરી ગયા ને.......

પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપમાં સાથે જ હતા. ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન સ્વીકારી શકે તે માટે ખુલ્લી જીપ ઉભી રખાઈ હતી ત્યારે પાટીલે રોડ શોમાંથી ઉતરી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

રાજકોટઃ રાજકોટમાં યોજાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ જોડાયા હતા. રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પછી શરૂ થયેલા રોડ શોમાં પાટીલ સતત સાથે રહ્યા હતા પણ રોડ શો પૂરો થવાની પચીસેક મિનિટ પહેલાં પાટીલ રોડ શોમાંથી નિકળી ગયા હતા.

પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપમાં સાથે જ હતા. ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન સ્વીકારી શકે તે માટે ખુલ્લી જીપ ઉભી રખાઈ હતી ત્યારે પાટીલે રોડ શોમાંથી ઉતરી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખભે હાથ મૂકીને તેમનું ધ્યાન દોર્યું હતું અને પછી તેમની રજા લઈને જીપમાંથી નીચ ઉતરી ગયા હતા. રોડ શો પૂરો થયો ત્યારે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના અન્ય સભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ કોલેજ પહોંચ્યા હતા.  

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ શો યોજાયો હતો જોકે, આ રોડ શોમાં વિજય રૂપાણી ગેરહાજર જોવા મળ્યા હતા. પરંતુ રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્ર કોલેજના કાર્યક્રમાં રૂપાણી હાજર રહ્યા હતા. અહીં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા. 

સવારે ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. આ પછી સીઆર પાટીલે રોડ શોને ફ્લેગઓફ કરતાં એરપોર્ટથી રોડ શોની શરૂઆત થઈ હતી. હવે એરપોર્ટથી નીકળીને રેસકોર્ષ રોડ, રેસકોર્ષથી કિસાનપરા ચોક, કિસાનપરાથી જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયત ચોકથી યાગ્નિક રોડ, યાગ્નિક રોડથી ધર્મેન્દ્રસિંહ કોલેજ  સુધી આવી પહોંચ્યો હતો.

રોડ શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીપમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ હતા. જ્યારે તેની પછીની જીપોમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા સહિત સૌરાષ્ટ્રના નેતાઓ હતો

રોડ શોમાં રોડેસવાર,વિન્ટેજ કાર,બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અઢી કિલોમીટરના રૂટમાં ૮૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા .જેમાં વિવિધ સંગઠન,સંસ્થાઓ અને ભાજપના વિવિધ સેલ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત હતા. 

રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સ્ટેજ કાર્યક્રમ યોજાશે, જેમાં સુશાસન દિવસની પૂર્ણાહુતિ કાર્યક્રમ જેમાં વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget