શોધખોળ કરો

Rajkot: પ્રેમી સાથે ચાલુ વીડિયો કોલમાં  અગ્નિસ્નાન કરનાર યુવતીનું મોત

રાજકોટમાં અગ્નિસ્નાન કરનાર યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.  પ્રેમી સામે ચાલુ વીડિયો કોલ પર યુવતીએ અગ્નિસ્નાન કર્યું હતું.  

રાજકોટ: રાજકોટમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ સામે આવ્યો છે.  મળતી જાણકારી અનુસાર, એક યુવતીએ પ્રેમી સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા પોતાના પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. રાજકોટમાં અગ્નિસ્નાન કરનાર યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.  પ્રેમી સામે ચાલુ વીડિયો કોલ પર યુવતીએ અગ્નિસ્નાન કર્યું હતું.  ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવકના પિતાએ પ્રેમ સબંધ ન રાખવા દબાણ કરતા યુવતીએ  પગલું ભર્યું હતું. સોનલ અબસાણીયા નામની યુવતીનું મોત થયું છે.   પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રેમી સાથે વીડિયો કોલમાં વાત કરતા અગ્નિસ્નાન કર્યું હતું

શહેરના વિજય પ્લોટમાં રહેતી યુવતીએ બુધવારે સવારે તેના પ્રેમી સાથે વીડિયો કોલમાં વાત કરતા કરતા અગ્નિસ્નાન કરી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું  હતું. 

સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી અને બંન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા અને બંન્ને લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ યુવકના પિતાએ યુવકને યુવતી સાથે પ્રેમ સંબંધ ન રાખવા માટે દબાણ કરતા યુવતીએ અગ્નિસ્નાન કર્યું હતું. યુવકના પિતા પ્રેમ સબંધ ન રાખવા દબાણ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે 22 વર્ષની યુવતીએ પ્રેમી યુવક સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા  ઘરે કેરોસિન છાંટી અગ્નિ સ્નાન કર્યું હતું. ગંભીર હાલતમાં દાઝેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીએ દમ તોડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતી વિજય પ્લોટમાં તેના કાકાના ઘરે રહેતી હતી. યુવતીના પિતા મોરબી રોડ પરના વેલનાથપરામાં રહે છે અને તેમણે બીજા લગ્ન કર્યા હતા. યુવતીએ તાજેતરમાં જ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો. છ મહિના અગાઉ યુવતી એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવતીના કાકા અને પિતા લગ્ન માટે રાજી હતા પરંતુ યુવકના પિતાને આ સંબંધ મંજૂર નહોતો. યુવકના પિતા લગ્ન માટે તૈયાર નહીં હોવાથી યુવતીએ પગલું ભર્યાની શંકા સેવાઇ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું

વધુ તપાસમાં સોનલનો આઠેક મહિના પૂર્વે શેરચેટમાં સોમનાથના યુવક સાથે સંપર્ક થતાં બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. સોનલના પરિવારના લોકો લગ્ન કરી દેવા માટે તૈયાર હતાં. પરંતુ યુવકના પિતાએ લગ્ન કરવાની ના પાડતાં યુવતી હતાશ થઈ ગઈ હતી. જેથી તેણે બુધવારે પ્રેમીને વીડિયો કોલ કર્યો હતો અને ચાલું વીડિયો કોલમાં પ્રેમીની નજર સામે જ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આ અંગે એ ડીવીઝન પોલીસે મૃતકના કાકાનું નિવેદન લઈ યુવક સામે ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Rajkot Rain: રાજકોટ શહેર અને  જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ કાલે તમામ શાળાઓમાં રજા જાહેર
Rajkot Rain: રાજકોટ શહેર અને  જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ કાલે તમામ શાળાઓમાં રજા જાહેર

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget