શોધખોળ કરો
Advertisement
રાજકોટમાંથી ઝડપાયેલા સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી પહોંચ્યા, જાણો કઈ રીતે સપ્લાય થતી હતી યુવતીઓ
રાજકોટમાંથી ઝડપાયેલા સેકસ રેકેટના તાર ઝારખંડ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. રાજકોટમાંથી ઝડપાયેલા સેકસ રેકેટના તાર ઝારખંડ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા દેહ વ્યાપારના દલાલ રાકેશકુમાર સિંઘ ઉર્ફે અજય સિંઘની ધરપકડ કરવામાં આવી છે.
ગત સપ્તાહ માં રાજકોટ શહેર પોલીસ દ્વારા છટકુ ગોઠવી લોકોને રૂપલલનાઓ પૂરી પાડતા એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પૂછપરછમાં ભરત ઉર્ફે રવિ ગોહેલે સ્વરૂપવાન લલના સવારે જ મુંબઈથી આવી હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ યુવતી દીઠ 2000 રૂપિયા ગ્રાહક પાસેથી વસૂલતો હોવાનું પણ સામે આવ્યું હતું.
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા ડમી ગ્રાહક મારફતે ચાલતા સેકસ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીનો મોબાઇલ કબજે કર્યો હતો. સાથે જ આરોપીની સાથે કયા કયા રાજ્યના ગર્લ્સ સપ્લાયરો પણ સામેલ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રાજકોટ એસ્કોર્ટ.કોમ નામની વેબસાઈટ મારફત ગ્રાહકો મેળવતા હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહક જ્યારે વેબસાઈટમાં રહેલા કોન્ટેક નંબર પર ફોન કરે ત્યારે તે ફોન ઝારખંડમાં બેઠેલા રાકેશ કુમાર સિંઘ ઉર્ફે અજય સિંઘ ઉપાડતો હતો.
બાદમાં ગ્રાહક સાથે પૈસાની લેવડ-દેવડ નક્કી કરી ગ્રાહકને રાજકોટ શહેરની કોઈ હોટલ બુક કરાવવા માટે પણ કહેતો હતો. જ્યારે ગ્રાહક પાસે ભાવતાલ નક્કી થઈ જાય તેમ જ હોટલ પણ બુક થઈ જાય ત્યારબાદ તે રાજકોટ સ્થિત ભરત ઉર્ફે રવિ ગોહેલનો સંપર્ક સાધતા હતો. બાદમાં ભરત ઉર્ફે રવિ ગોહેલ પોતાના સંપર્કમાં રહેલી સ્વરૂપવાન સ્ત્રીને હોટલે પોતાની સાથે લઈ જતો હતો. હોટેલ પર લઈ જઈ ગ્રાહક પાસેથી સૌપ્રથમ ભરત ઉર્ફે રવિ ગોહેલ સ્વરૂપવાન સ્ત્રી સાથે મોજ મજા કરવા માટેના રૂપિયા લઈ લેતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement