Rajkot News: રાજકોટમાં એક ચોંકાવનરી ઘટના બની છે. જાણીતી પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે આપઘાત કર્ય છે. માલિક હસમુખભાઈ પાંચાણીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


રાજકોટના યુનિવર્સિટી રોડ પર ધોળકીયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતાં હસમુખ પરષોત્તમભાઇ પાંચાણી (ઉં.વ.65)એ વહેલી સવારે છતના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ગમગીની છવાઇ ગઇ હતી.  હસમુખભાઇ પાંચાણી રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ નામે વર્ષોથી ધંધો કરતા હતા. ગોંડલ રોડ પરનું તેમનું પરોઠા હાઉસ વર્ષો જૂનું અને લોકોમાં જાણીતું છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં સતત પાંચમા દિવસે 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13,086 નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા  હતા. જ્યારે 12,456 સંક્રમિતો સાજા થયા હતા.  એક્ટિવ કેસ 1.134લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.90 ટકા છે.   દેશમાં એક્ટિવ કેસ 1,14,475 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,242  થયો છે. અત્યાર સુધીમાં 4,28,91,933 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 198,09,87,178 થયો છે, જેમાંથી ગઈકાલે  11,44,805 ડોઝ આપવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ


ઓસ્ટ્રેલિયામાં પૂરથી તબાહી, સિડનીમાં 50 હજાર લોકો પ્રભાવિત, જુઓ તસવીરો


Chaturmas 2022: ચાતુર્માસમાં ન કરો 8 કામ, નહીંતર થશે.......


Maruti Suzuki લાવી રહી છે 3 નવી કોમ્પેક્ટ SUV, મળશે ધાંસૂ ફીચર્સ, જાણો ડિટેલ


 Flower Cultivation: એક લાખ ખર્ચ કરીને કમાવ 7 લાખ રૂપિયા, જાણો ગુલાબની ખેતીથી કેવી રીતે ભરાશે ખેડૂતની તિજોરી


Gujarat Rain: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા


CNG Price Hike: સીએનજીના ભાવમાં ફરી થયો વધારો, જાણો ડીઝલ અને સીએનજી વચ્ચે માત્ર કેટલો રહ્યો તફાવત