શોધખોળ કરો
રાજકોટના જંક્શન પ્લોટમાં સરાજાહેર ડબલ મર્ડરની ઘટાનાથી ચકચાર
રાજકોટ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર જૂની કલેક્ટર કચેરી રોડ પર ડબલ મર્ડરની ઘટના બની છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર જૂની કલેક્ટર કચેરી રોડ પર ડબલ મર્ડરની ઘટના બની છે. રાજકોટમાં સરેઆમ ખુની ખેલ ખેલાતા ચકચાર મચી ગઈ છે. ગુનાગારોને જાણે કે કાયદો અને વ્યવસ્થા સાથે કંઈ લેવા દેવા જ નથી. સરાજાહેર ખુની ખેલમાં એક મહિલા સહિત બે જણાના જીવ ગયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયું હોય તેવા રિપોર્ટ છે.
રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં સરાજાહેર બે લોકોની હત્યા કરવામાં આવી છે. ફિલ્મી સ્ટાઈલથી મહિલા સહિત 2 વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં અન્ય એક મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ ઘટનાને લઈને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
જંકશન પ્લોટ વિસ્તાર પાસે સરાજાહેર મહિલા સહિત કુલ બેની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. એક મહિલા અને એક પુરુષની હત્યા થઈ છે જ્યારે અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. પી.આઇ એલ એલ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement