શોધખોળ કરો
Advertisement
હળવદમાં યુવતી સાથે પોલીસ ચોકીમાં જ બે યુવકે બાંધ્યા શારીરિક સંબંધ, વીડિયો વાયરલ થતાં શું થયું ?
ખાવાની વસ્તુની લાલચ આપી નરાધમોએ ટ્રાફિક પોઇન્ટની છાવણીમાં મહિલા સાથે બદકામ કર્યું હતું.
હળવદઃ મોરબી જિલ્લામાં અસ્થિર મગજની મહિલા પર બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. ખાવાની વસ્તુની લાલચ આપી નરાધમોએ ટ્રાફિક પોઇન્ટની છાવણીમાં મહિલા સાથે બદકામ કર્યું હતું. આ ઘટનાનો અશ્લીલ વીડિયો વાયરલ થયા પછી હળવદ અને મોરબી એલસીબીએ બળાત્કાર ગુજારનાર અને વીડિયો ઉતારનાર શખ્સોની ધરપકડ કરી છે.
હળવદ હાઇવે પર મોરબી ચોકડી પાસે આવેલી ટ્રાફિક પોઇન્ટની છાવણીમાં અસ્થિર મગજની મહિલા સાથે બદકામનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં પોલીસે મહેન્દ્ર ગંગારામ રાઠોડ(ઉ.વ.20) અને વીડિયો ઉતારનાર હરેશ નવઘણ જાદવની ધરપકડ કરી છે.
મોરબી ચાર રસ્તા પરની પોલીસ ચોકી પર રાત અને દિવસ દરમિયાન અનેક લોકોએ અસ્થિર મગજની મહિલાનો લાભ ઉઠાવ્યો હોવાની આશંકા છે. તેમજ બળાત્કારના કેસમાં કેટલાય લોકોના નામ ખુલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં ગાંધીનગરના રેલો આવતા પોલીસે મહિલાના ભાઈની ફરિયાદને આધારે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement