શોધખોળ કરો

Rajkot: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, કરા સાથે ધોધમાર વરસાદ શરુ

હવામાન વિભાગે આજે ગુજરાતના 15થી વધારે જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

રાજકોટ: હવામાન વિભાગે આજે ગુજરાતના 15થી વધારે જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના લોધિકા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  મેટોડા જીઆઇડીસી તેમજ આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બાલસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. 

કુવાડવા રોડ પર ધોધમાર વરસાદ વરસ્યો છે. કુવાડવામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ શરુ થયો હતો. કુવાડવામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.    

રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું

રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન બદલાયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

બોટાદ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લાના વાતાવરણમાં  પલ્ટો આવ્યો છે. સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારમાં  કરા સાથે કમોસમી વરસાદ શરુ થયો છે. 

બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. 

ભાવનગર જિલ્લામાં વાતાવરણ  અચાનક પલટો આવ્યો હતો.  વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો  છે.   ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પર  સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં  હળવો વરસાદ શરૂ થયો છે. 

વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા કરનારો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાનો ખતરો છે. 

આજે આ જિલ્લાઓમાં કરાઈ છે વરસાદની આગાહી

આજે સોમવાર  5મેના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરાઈ છે.

આગામી પાંચ દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવી છે. આજે પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો
આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો
Embed widget