શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા નાનકડા ગામમાં આભ ફાટ્યું, માત્ર 3 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ રવિવારે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું

રાજકોટ: હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ રવિવારે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. જોકે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા છત્રાસા ગામે આભા ફાટ્યું હતું. છત્રાસા ગામે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. સૌરાષ્ટ્રના કયા નાનકડા ગામમાં આભ ફાટ્યું, માત્ર 3 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો રાજકોડ અને જૂનાગઢ બોર્ડર પર આવેલા ગામડાંઓમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક નાનકડા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીના છત્રાસા ગામે રવિવારે આભા ફાટ્યું હતું. છત્રાસામાં માત્ર ત્રણ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળતું હતું. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતાં. રવિવારે પડેલા ધોધમાર વરસાદને પગલે છત્રાસા આખું ગામ પાણી પાણી થઈ ગયું હતું. સૌરાષ્ટ્રના કયા નાનકડા ગામમાં આભ ફાટ્યું, માત્ર 3 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો સૌરાષ્ટ્રમાં મેઘસવારી યથાવત રહી હતી અને 74 તાલુકા મથકોએ અડધાથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાનાં આમરણ ચોવિસી પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈંચ જેવા વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રના કયા નાનકડા ગામમાં આભ ફાટ્યું, માત્ર 3 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિસાવદર અને ગીરગઢડામાં મુશળધાર છ ઈંચ તો મોરબી અને ધોરાજી પંથકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળીયા હાટીના, માંગરોળ, માણાવદર, હળવદ, માળીયા મિંયાણા, તાલાલા, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ તો ગોંડલ, જૂનાગઢ, જોડિયા, રાજુલા, ઉના, કોડિનાર, ખંભાળિયા, પોરબંદર, લીંબડીમાં ત્રણ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget