શોધખોળ કરો

Russia Bomb Attack: રશિયાએ પૂર્વ યુક્રેનની શાળા પર કરી બોમ્બ વર્ષા, 60 લોકોના મોતની આશંકા

Russia Bomb Attack: શિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને હવે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. તાજેતરના કિસ્સામાં રશિયાએ પૂર્વ યુક્રેન પર બોમ્બમારો કર્યો છે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને હવે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. તાજેતરના કિસ્સામાં રશિયાએ પૂર્વ યુક્રેન પર બોમ્બમારો કર્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં એક શાળા ઝપેટમાં આવી ગઈ છે, જેમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ માહિતી લુહાન્સ્કના ગવર્નર સેરહી હૈદાઈએ આપી છે.

આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના બિલોહોરીવકા ગામમાં આ હુમલો કર્યો છે. ગવર્નર હૌદાઈએ કહ્યું કે રશિયાએ જે સ્કૂલ પર હુમલો કર્યો તેમાં લગભગ 90 લોકોએ આશરો લીધો હતો. જેમાંથી 30 લોકોને બચાવી લેવાયા છે.

રશિયાએ ગવર્નરના દાવાને ફગાવી દીધો

ગવર્નરે કહ્યું કે. લગભગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, ત્યારબાદ કાટમાળ હટાવવામાં આવ્યો હતો, કમનસીબે ત્યાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે કાટમાળમાંથી 30 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 7 લોકો ઘાયલ થયા છે. શાળાની ઇમારતના કાટમાળ નીચે 60 લોકોના મોત થયા હોવાની આશંકા છે. યુક્રેન અને પશ્ચિમી દેશોએ રશિયા પર નાગરિકોને નિશાન બનાવીને યુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવ્યો છે. તો સાથે જ રશિયાએ આ દાવાઓને ફગાવી દીધા છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે, અનેક શહેરો બરબાદ થઈ ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.

યુક્રેનમાં વર્તમાન પરિસ્થિતિ શું છે?

તમને જણાવી દઈએ કે બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં સફળતા ન મળવાથી પરેશાન રશિયન સેનાએ હવે પૂર્વી યુક્રેનને નિશાન બનાવ્યું છે. રશિયાએ અહીં હજારો સૈનિકો તૈનાત કર્યા છે. આ સૈનિકો પૂર્વ યુક્રેનના શહેરો પર સતત હુમલા કરી રહ્યા છે. રવિવારે રશિયન સેનાએ દોનેત્સ્ક અને હોલ્મિવ્સ્કી શહેરો પર પણ હુમલો કર્યો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તો સાથે જ યુક્રેનની સેના પણ રશિયા સામે જોરદાર ટક્કર આપી રહી છે.

ટોપ સ્ટોરી

ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget