શોધખોળ કરો

ગુજરાતના કયા વિસ્તારમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થશે

અમદાવાદ: હાલ વરસાદે વિદાય લઈ લીધી છે ત્યારે હવામાન વિભાગે ફરીથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વિજળીના કડાકા-ભડાકા પણ જોવા મળશે તેવું કહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી રવિવાર-સોમવાર દરમિયાન 30થી 40 કિલોમીટર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા તેની વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રવિવાર-સોમવારે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. હવામાન વિભાગે આગાહી પ્રમાણે, દાદરા નગર હવેલી, દિવ અને દમણમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, શુક્રવારે દાદરા નગર હવેલીમાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં ભારે વરસાદ ખાબક્યો હતો. કપરાડાના કોલવેર, વાલવેરી, કરજૂન, સાહુડા અને આસપાસના વિસ્તારના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget