સુરત: સચિન વિસ્તારમાં 5 મહિના  પહેલા 2 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપીને  ફાંસીની સજા સંભળાવી છે. 


 ઉલ્લેખનિય છે કે, સુરતના સચિન વિસ્તારમાં 27 ફેબ્રુઆરે  યુસુફ ઈસ્માઈલ નામના શખ્સે  2 વર્ષની બાળકી પર  દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં માત્ર 11 દિવસમાં ચાર્જશીટ બાદ  ટ્રાયલ શરૂ થઇ હતી. માત્ર પાંચ મહિનામાં જ  દોષિતને ફાંસી સજા આપવામાં આવી છે.  કોર્ટના ચુકાદા બાદ પીડિત પરિવારે પીડિતાને  ન્યાય મળ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો છે.  સુરત પોલીસની કાર્યવાહી અને ન્યાયપાલિકાની સતર્કતાથી સત્વરે આવેલા આ ચુકાદાને પરિવારે આવકાર્યો છે. ગણતરીના દિવસોમાં જ ન્યાય અપાવવામાં સુરત પોલીસને સફળતા મળી છે.                                           


શું બની હતી સમગ્ર


27 ફેબ્રુઆરીના રોજ 2 વર્ષની બાળકીને  રમાડવા લઈ  ગયો હતો. બાદ આરોપી  યુસુફએ  બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું , આટલુ જ નહી દુષ્કર્મ બાદ  બાળકીની હત્યા પણ  કરી હતી. ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી. પેટના ભાગે છરી મારી હતી. રેપ વિથ મર્ડરની આ ઘટનામાં સુરતની સેશન્સ કોર્ટે  આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. તેમજ જ ભોગ બનનારના પરિવારને 10 લાખનું વળતરનો હુકમ કર્યો છે.


                                                                                        


આ પણ વાંચો


Weather Update Today: આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી


Rain Forecast: ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ, ક્યાં કેટલો પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?


Haryana Violence: હિંસાની વચ્ચે હિન્દુને આશ્રય આપ્યો, બુરખો પહેરાવી ઘરે મોકલ્યાં,તોફાની વચ્ચે આ મુસ્લિમ પરિવાર બન્યો તારણહાર