શોધખોળ કરો

ગ્રીષ્માના હત્યારા ફેનિલને તેના કુકર્મની સત્વરે મળશે સજા... આજે કોર્ટમાં કરાશે રજુ... કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની તૈયારી...

સુરતમાં પાસોદરા ખાતે ગ્રીષ્માના હત્યાનો આરોપી ફેનિલ હોસ્પિટથી ડિસચાર્જ થયા બાદ તેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરાશે...

સુરતમાં  પાસોદરા ખાતે ગ્રીષ્માના હત્યાનો આરોપી ફેનિલ હોસ્પિટથી ડિસચાર્જ થયા બાદ તેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરાશે...

સુરતની દીકરી ગ્રીષ્મા કાલે પંચમહાભૂતમાં વિલીન થઇ ગઇ. તેમની અંતિમયાત્રા 2 કિલોમીટર લાંબી હતી એટલી જનમેદની જોડાઇ હતી.આ ઘટનાને લઇને લોકોમાં આક્રોશ છે. આરોપીની ઝડપથી ફાંસીની સજા મળે તેવી માંગણી કરી રહ્યાં છે. દીકરી ગ્રીષ્માના હત્યારાને આજે કોર્ટમાં રજૂ કરાશે.

ગ્રીષ્માની હત્યા કર્યાં બાદ ફેનિલે ખુદે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સ્વીમેર હોસ્પિટલમાંથી રજા આપતા કામરેજ પોલીસે કબજે મેળવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો. હતો આજે તેને કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ કપલ બોક્સને લઈને સવાલો થયા ઉભા

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ શહેરમાં ચાલતા કપલ બોક્સને લઈને સવાલો ઉભા થયા હતાં. હત્યાનો આરોપી ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત થઈ હતી. આથી પોલીસે આવા કપલ બોક્સ અંગે માહિતી મળતા જ રેડ કરાઈ હતી. સુરતના પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં રેડ કરવામાં આવી હતી. જેમાં કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સાથે CCTVનું ડીવીઆર જપ્ત કર્યું હતું.પોલીસને ફરિયાદ મળી હતી કે પુણા વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ ચાલે છે.. પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં ગોરખધંધા ચાલતા હતા..કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો સાથે CCTVનું ડીવીઆર કરવામાં આવ્યું છે.કપલ બોક્સના માલિકને પણ ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

ગમગીનીભર્યા માહોલમાં અંતિમ વિદાય

સુરતઃ સુરતના પાસોદરાની દીકરી ગ્રીષ્મા વેકરિયાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારે આક્રંદ સાથે દીકરીને વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરાયા નહોતા. પિતા જ્યારે સુરત આવ્યા તો દીકરીના મૃતદેહને જોઈ ઢળી પડ્યા હતા. માતા-પિતાના આક્રંદ જોઈ ત્યાં હાજર સૌ કોઈ શોકમગ્ન થઈ ગયું હતું. ગ્રીષ્માની અંતિમયાત્રામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. રસ્તામાં બે કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી.  ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ ભારે હૃદયે બહેનના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. નોંધનીય છે કે  12 ફેબ્રુઆરીના ફેનિલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Embed widget