શોધખોળ કરો

CIME NEWS: વડોદરામાં 13 વર્ષની વિદ્યાર્થિની પાસે ક્લાર્કે બિભત્સ માંગણી કરતા ખળભળાટ

CIME NEWS: વાઘોડિયાના જરોદમા કિશોરીની જાહેરમા છેડતીની ઘટના સામે આવી છે. MP હાઈસ્કુલના ક્લાર્ક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

CIME NEWS: વાઘોડિયાના જરોદમા કિશોરીની જાહેરમા છેડતીની ઘટના સામે આવી છે. MP હાઈસ્કુલના ક્લાર્ક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. 13 વર્ષની કિશોરીને 42 વર્ષના તેની જ શાળાના ક્લાર્કે છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. ક્લાર્કે બજારમા હાથ પકડી વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરી હતી. સતામણીથી ત્રાસેલી કિશોરીએ માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ગણપત ભાલીયા નામના આરોપીની પોલીસે ગણતરીની મિનીટોમાં જ ધરપકડ કરી લીધી હતી. વિદ્યાર્થિનીની અગાઉ પણ શાળામાં ક્લાર્કે જાતીય સતામણી કરી હોવાની વાત સામે આવી છે. લેડિઝ ટોયલેટથી પરત ફરતી આજ વિદ્યાર્થિનીનો હાથ પકડી આરોપીએ બિભત્સ માગણી કરી હતી. માનસિક વિકૃતી ધરાવનાર ક્લાર્કે સરસ્વતીના વિદ્યા મંદિરને બદનામ કર્યું છે.

શાળામાં આ પ્રકારના માનસિક વિકૃતી ધરાવનારથી વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોસ્કો સહિતની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થિનીની માતાએ ક્લાર્ક વિરુધ્ધ ફરિયાદ નોંઘાવી હતી. પોલીસે આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હાથ છે.

વલસાડમાં માથા વગરની બાળકની લાશ મળી આવતા ચકચાર

વાપીમાં આવેલ દમણ ગંગા કેનાલમાંથી નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.  કરવડ ગામમાંથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી બાળકનું માત્ર ધડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા કેનાલમાં ધડ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  પગ અને માથાનો ભાગ શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. દાદરા નગર હવેલી અને વલસાડ પોલીસે સંયુક્ત રીતે તપા, હાથ ધરી છે. ધડ મળવાની ઘટનામાં એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે. બાળક ઓળખ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. 

વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર

વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે.  કુખ્યાત ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી  મિત્રતા કેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ 7 કેસ અને ફિરોઝ સામે 1 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી.

ખેડામાં નહેરમાંથી મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા

લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું. કઠલાલના અપ્રુજી પાસે નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આશાબેન ઝાલા ઉંમર વર્ષ 28 અને બાળક મયંક ઉંમર વર્ષ 3નો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,  જે પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું હતું તે પરિવારના મોભીને બચાવી લેવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
US Election:  ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ
US Election: ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?
US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાહેબ હવે તો કાઢો મુહૂર્ત?Hun To Bolish : હું તો બોલીશ : ખીલે બાંધો ને ઢોરGandhinagar: ગુજરાતના આ પોલીસ અધિકારીઓને મળશે નવા વર્ષની ભેટ, CMની અધ્યક્ષતામાં મળી ગૃહ વિભાગની બેઠકAccident Case: દિવાળ પર્વ સમયે 4 દિવસમાં રાજ્યમાં વાહન અકસ્માતનમાં 3 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
US Election:  ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ
US Election: ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?
US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?
veer zara: 20 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે 'વીર ઝારા', ભારત સહિત દુનિયાના આ દેશોમાં ચાલશે શો
veer zara: 20 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે 'વીર ઝારા', ભારત સહિત દુનિયાના આ દેશોમાં ચાલશે શો
US Election Results 2024: અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર, રિપબ્લિકન પાર્ટીને મળ્યો બહુમત, કમલાએ રદ્દ કરી સ્પીચ
US Election Results 2024: અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર, રિપબ્લિકન પાર્ટીને મળ્યો બહુમત, કમલાએ રદ્દ કરી સ્પીચ
Afro Asia Cup: વિરાટ-બાબર અને રોહિત-રિઝવાન એક જ ટીમમાં રમતા જોવા મળશે! 20 વર્ષ પછી આ ટુર્નામેન્ટની વાપસી?
Afro Asia Cup: વિરાટ-બાબર અને રોહિત-રિઝવાન એક જ ટીમમાં રમતા જોવા મળશે! 20 વર્ષ પછી આ ટુર્નામેન્ટની વાપસી?
Health Tips: સવારે ખાલી પેટે આ વસ્તુનું પાણી પીવાથી ફટાફટ ઘટશે વજન, સુગર રહેશે કંટ્રોલમાં
Health Tips: સવારે ખાલી પેટે આ વસ્તુનું પાણી પીવાથી ફટાફટ ઘટશે વજન, સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget