શોધખોળ કરો

Vadodara : ધો-8નો વિદ્યાર્થી અને તેના પરિવારના સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, વાલીઓની વધી ચિંતા

નવરચના સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો  છે. સ્કૂલના પ્રિન્સિપાલે વાલીઓને મેસેજ મોકલી જાણકારી આપી હતી. ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી અને તેના પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.

વડોદરાઃ શહેરની નવરચના સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો  છે. સ્કૂલના પ્રિન્સિપાલે વાલીઓને મેસેજ મોકલી જાણકારી આપી હતી. ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી અને તેના પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. ધોરણ 8માં ઓફલાઈન ક્લાસ બંધ કરાયું. વિદ્યાર્થી સ્કૂલમાં છેલ્લે ગત શુક્રવારે આવ્યો હતો. વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા અન્ય વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતા વધી છે. 

 છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 55  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 48 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,591 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક   મોત થયું છે. કોરોના વાયરસના સંક્રમણથી આજે વલસાડમાં 1 મોત થયું છે.  આજે  3,09,845 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે   અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશન 14,  જામનગર કોર્પોરેશનમાં 6, નવસારી 5, રાજકોટ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશનમાં 4,આણંદ 1,  ગાંધીનગર કોર્પોરેશન 1,  જામનગર 1, કચ્છ 1, મોરબી 1, પોરબંદર 1 અને  વલસાડમાં 1 કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 555  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 551 નાગરિકો સ્ટેબલ છે. 8,17,591  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10100 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11ને પ્રથમ અને 1786 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 9088 લોકોને પ્રથમ અને 69436 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31542 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 197982 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,09,845 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,58,66,425 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી

દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ પહેલા  દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા હતા.  આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે.  દિલ્હી અને રાજસ્થાનમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ નોંધાયા સાથે, દેશમાં નવા કેસની  કુલ સંખ્યા વધીને 49 થઈ હતી. મહારાષ્ટ્રમાં સાંજે 8 નવા કેસ નોંધાતા હવે દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી ગઈ છે.  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જણાવ્યું છે કે નવા ઓમિક્રોન કોરોનાવાયરસ સ્ટ્રેન 63 દેશમાં જોવા મળ્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી
Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Embed widget