શોધખોળ કરો

ભરૂચ ACBએ ટ્રેપ ગોઠવી નાયબ મામલતદારને લાંચ લેતા ઝડપી પાડ્યો, જાણો ક્યાં કામ માટે માંગી હતી લાંચ ?

વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ  ખેલ પાડ્યો છે.  વડોદરા ACBની કચેરી નીચે જ ભરૂચ ACBના દરોડા પડ્યા છે.  

વડોદરા:   વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ  ખેલ પાડ્યો છે.  વડોદરા ACBની કચેરી નીચે જ ભરૂચ ACBના દરોડા પડ્યા છે.  ભરૂચ ACBએ નાયબ મામલતદારને 15 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.  ટ્રેપ ગોઠવીને નાયબ મામલતદાર કેતન શાહની ધરપકડ કરવામાં આવી છે.  ફરિયાદી પાસે મિલકત સીલ ન કરવા 25 હજારની લાંચ માંગી હતી.  અંતે 15 હજારની લાંચ નક્કી થઈ હતી.  ભરૂચ એસીબીએ કેતન શાહને રંગે હાથ ઝડપી પાડ્યો છે.  આરોપીનું નામ કેતનકુમાર હસમુખલાલ શાહ છે. હોદ્દો- વર્ગ-3- સર્કલ ઓફીસર(નાયબ મામલતદાર)   છે.  ગુનાનું સ્થળ સર્કલ ઓફીસરની કેબીન, મામલતદારની કચેરી, વડોદરા હતું. 

25000ની લાંચની માંગણી કરી હતી

2016માં  એસ.બી.આઇ. બેંક માંથી  રૂ.16,50,000 ની હોમ લોન લીધી હતી.  જે લોનના હપ્તા લોકડાઉન દરમિયાન તેઓથી ભરી શકાયેલ નહી. જેથી એસ.બી.આઇ. બેંક દ્વારા વડોદરા જિલ્લાના કલેક્ટરની કોર્ટમાં No.EC/secu.order/Case No.164-2021/2022થી કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા કલેક્ટર વડોદરાએ મામલતદાર  વડોદરા શહેર(પુર્વ)ને ફરીયાદીના મકાનનો કબજો લેવા/સીલ કરવાનો હુકમ કરેલ. જે અન્વયે મામલતદાર વડોદરા શહેર (પુર્વ)એ ફરીયાદીને તેઓના મકાનનો કબ્જો એસ.બી.આઇ. બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવશે તેવી નોટીસ કાઢતા ફરીયાદીએ મામલતદાર વડોદરા શહેર(પુર્વ) તથા આ કામના આરોપીને રૂબરૂ મળી નોટીસમાં જણાવ્યા મુજબની તારીખથી બે માસ માટેની મુદત વધારવા માટે અરજી આપવા ગયેલ જે અરજી સ્વીકારેલ નહી. જેથી ફરીયાદીએ વારંવાર તેઓને આજીજી કરી વિનંતી કરતા તેઓએ ફરીયદીની વાત સ્વીકારેલ. પરંતુ મુદત વધારવા માટે તેઓ પાસે રૂ.25000 ની લાંચની માંગણી કરી હતી. 

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો

અંતે  રકઝકના અંતે રૂ.15000 લેવાના નક્કી થયા હતા.  જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.15000 ની લાંચની માંગણી કરી સ્વીકારતા પકડાઈ ગયા હતા.  

ટ્રેપ ગોઠવીને નાયબ મામલતદાર કેતન શાહની ધરપકડ કરવામાં આવી છે.  ફરિયાદી પાસે મિલકત સીલ ન કરવા 25 હજારની લાંચ માંગી હતી.  અંતે 15 હજારની લાંચ નક્કી થઈ હતી.  વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ  ખેલ પાડ્યો છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget