શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં કયા વિસ્તારને રેડ જોન જાહેર કરીને ક્લ્સ્ટર ક્વોરેન્ટાઈન કરાયો? જાણો

ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. 700 ઘરના આશરે 3500થી વધુ લોકોને 14 દિવસ સુધી ઘરની બહાર નહીં નીકળવા માટે સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાના નાગરવાડાના પટેલ ફળીયામાં રહેતા 54 વર્ષના ફિરોઝખાન પઠાણને કોરોના પોઝિટિવનું નિદાન થતાં જ તંત્ર દોડતું થઇ ગયું છે અને ફિરોઝની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં લાગી ગયું છે પરંતુ નજીકના ભવિષ્યમાં ફિરોઝે કોઈ પ્રવાસ કર્યો નહીં હોવાની માહિતી તંત્રને મળી છે. ફિરોઝની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી આ કેસ લોકલ ટ્રાન્સમિશનનો હોવાની શંકા જતાં તંત્રએ તકેદારીના પગલા રૂપે પટેલ ફળિયા, નાગરવાડા અને મચ્છી પીઠના કેટલોક વિસ્તાર મળીને લગભગ 700 ઘરના વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરી દેવાયો છે. આ 700 ઘરના આશરે 3500થી વધુ લોકોને 14 દિવસ સુધી ઘરની બહાર નહીં નીકળવા માટે સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમને જરૂરી તમામ ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા તેમના દરવાજા સુધી પહોંચાડવામાં આવશે. આ નિયમનો ભંગ કરનાર સામે પાસા સુધીના પગલા લેવાય તેવી સૂચના પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારના ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગને ફિરોઝના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા લોકોને શોધવા માટે કામે લગાવ્યો હતો. જેમાં 26 લોકો મળી આવ્યા હતા તે તમામને ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઇન કરાયા છે. ફિરોઝ પઠાણના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા મચ્છીપીઠ, નાગરવાડા, કડુનીપાગા, નાગરવાડા, એમઇએસ સ્કૂલ અને સૈયદપુરા ઇંડાવાળાની ગલીમાં રહેતા તેના સંબંધીઓ એવા 70 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ઇન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઇનમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં આ લોકોને 21 દિવસ સુધી રહેવું પડશે અને ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ તેમની તબિયતની કાળજી રાખશે અને એ પણ ધ્યાન રાખશે કે તેમનામાં કોરોનાના લક્ષણો દેખાય છે કે નહી. આ 70 વ્યક્તિઓ પૈકી 19ને આજવા રોડ લેપ્રીસ ગ્રાઉન્ડ સેન્ટર પર, 28 લોકોને એસએસજી હોસ્પિટલમાં અને 23ને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ તમામના કોરોના વાયરસ સંબંધીત સેમ્પલો લઈને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget