શોધખોળ કરો

Vadodara Rain: વડોદરા શહેરમાં સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ

સમગ્ર ગુજરાતમાં સવારથી જ ચોમાસા પહેલા ચોમાસા જેવો વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં પણ વહેલી સવારેથી ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે.

Vadodara Rain:સમગ્ર ગુજરાતમાં સવારથી જ ચોમાસા પહેલા ચોમાસા જેવો વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં પણ વહેલી સવારેથી ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે.

વડોદરામાં સવારથી ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું. ખાસ કરીને સવારે ઓફિસ જતાં લોકો માટે વરસાદ વિધ્નરૂપ બન્યો હતો. વડોદરા જિલ્લામાં પણ સવારથી કાળા ડિબાંગ કાળા વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ફતેગંજ વાઘોડિયા સહિતનના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ફતેહગંજ વિસ્તારમાં વોટર લોગીન ની સમસ્યા જોવા મળી  અને સેફ્રોન ટાવર પાસે રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં એક વરસાદે આટલું પાણી ભરાઇ જતાં કોર્પોરેશનના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી ગઇ છે. 

ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે  અનેક વિસ્તારમાં હોર્ડિગ્સ પણ ધરાશાયી થયાના અહેવાલ છે. સમા હરણી ના મુખ્ય રોડ ઉપર એક વિશાળ  હોર્ડિંસ  ધરાશાયી થયું છે. 100 ફૂટ પહોળું 150 ફૂટ ઊંચું મહાકાય હોર્ડિંગ નીચે પડતા  થોડા સમય માટે લોકોની નાશભાગ મચી ગઇ હતી.

વડોદરાના વાઘોડિયામા વહેલી સવારે કાળા ડિંબાગ વાદળો  ઘેરાતા ચારેકોર ઘોર અંઘકાર છવાઇ ગયો હતો. વાદળોના કારણે  વિજીબીલીટી ઘટી જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વરસાદ વરસતાં વૃક્ષો ધરાશાયી થયા છે અને વાઘાડિયા વિસ્તારમાં વીજળી પણ ગૂલ થઇ હતી,રવાલ, વાઘોડિયા, આજવા, રસુલાબાદ, કોટંબી, ગોરજ, વ્યારા સહિતના વિસ્તારોમા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે.

ડભોઇ કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો  ઉપરાંત ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ  થયો હતો. સાઠોદ, ચનવાળા, સિતપુર, ધર્મપુરી સહિત ગામોમાં વરસાદ પડ્યો. ખેડૂતોના માથે ફરી એક વાર કમોસમી વરસાદનો કહેર વરસતાં ખેડૂતોની માઠી સ્થિતિ થઇ છે. ખાસ કરીને ઉનાળાના પાકને લઇને ખેડૂતો ચિંતિત છે.                                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget