શોધખોળ કરો

Vadodra Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કરજણમાં ધોધમાર વરસાદ 

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  કરજણ નેશનલ હાઇવે 48, ધાવટ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિત કરજણના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

વડોદરા: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  કરજણ નેશનલ હાઇવે 48, ધાવટ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિત કરજણના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  કરજણ શહેર ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા મેઈન બજારો સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  મધ્ય ગુજરાતના વડોદરા કરજણ પંથકમાં  ભારે વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.  

ડભોઈમાં ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ લાંબા વિરામ બાદ ડભોઇમાં વરસાદ વરસ્યો છે.  વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો બાદ વરસાદ વરસ્યો હતો.  શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.  ઝારોલાવાગા, ટાવર બજાર, શિનોર રોડ, થરવાશા રોડ સહિત જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં થુવાવી, કનાયડા, વેગા, ફરતિકુઈ સહિતનાં ગામોમાં વરસાદ વરસ્યો છે.  ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.

આજે આ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે વરસાદ 

આજે 4 જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે. કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બુધવારે જૂનાગઢ જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મેંદરડામાં 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ અહીં જ્યાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા. 

ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21  ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99  ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81  ટકા, સૌરાષ્ટ્રમાં 76.36  ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67  ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97  ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37  ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55  ડેમ 100  ટકા ભરાયેલા છે. જ્યારે 66  ડેમ 70  થી 100  ટકા, 36  ડેમ 50 થી 70  ટકા, 30 ડેમ 25  ટકા થી 50  ટકા વચ્ચે અને 19  ડેમ 25  ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70  ડેમ હાઈ એલર્ટ, 35  ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
Embed widget