PM Modi in Gujarat: વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક, Gen-Z સાથે કર્યો સંવાદ
પ્રધાનમંત્રી મોદીએ આજે વડોદરામાં એક અલગ જ અંદાજ જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ વડોદરામાં રેમ્પ વોક કરીને GEN-Z યુવાનો સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ આજે વડોદરામાં એક અલગ જ અંદાજ જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ વડોદરામાં રેમ્પ વોક કરીને GEN-Z યુવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમના સ્વાગત માટે ‘હીરાબાના લાલ, મારા ભારતના લાલ એણે મને માયા લગાડી’ ગીત પણ વગાડવામાં આવ્યું હતું. વડોદરામાં પીએમ મોદીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. MS યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં PM મોદીએ રેમ્પ વોક કરીને GEN-Z યુવાનો સાથે મુલાકાત કરી. આ દરમિયાન યુવાનોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
#WATCH | Gujarat | PM Modi receives an enthusiastic welcome from the crowd attending the 'NaMo for Viksit Bharat' event in Vadodara
— ANI (@ANI) September 8, 2026
(Video source: ANI/DD) pic.twitter.com/klrHAJri9T
વડોદરામાં આ કાર્યક્રમ દરમિયાન PM મોદી યુવાનોની વચ્ચે પહોંચ્યા હતા. કાર્યક્રમને લઈને પહેલાથી જ વડોદરામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. MS યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન PM મોદી દ્વારા રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. PM મોદીના સંબોધનને લઈને પણ લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.
વડોદરામાં કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આવતા વર્ષે મે-જૂનમાં બુલેટ ટ્રેન દોડશે.
વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આયોજિત 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ હજારો કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સમારોહમાં ખાસ કરીને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મહત્વના સેક્શન્સ દેશને સમર્પિત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ પ્રોજેક્ટમાં થયેલા ભૂતકાળના વિલંબને લઈને અગાઉની સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, આજે જે યુવાનો અહીં ઉપસ્થિત છે, તેમાંથી ઘણાનો તો કદાચ જન્મ પણ નહીં થયો હોય જ્યારે વર્ષ 2004માં આ ફ્રેઇટ કોરિડોરનો વિચાર રજૂ થયો હતો અને 2006માં કંપની બની હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે 2014 સુધી માત્ર ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરતી રહી. શરૂઆતના 8 વર્ષોમાં 1 કિલોમીટરનું પણ કામ પૂરું થઈ શક્યું નહી. જો એ જ ગતિએ દેશ ચાલ્યો હોત તો ત્રણથી ચાર પેઢીઓ પસાર થઈ જાત તોય કામ પૂરું થઈ શક્યું નહોત. તમે મને 2014માં દિલ્હી મોકલ્યો અને આ ધરતીએ મને જે શીખવ્યું છે તેના બળે અમે તાત્કાલિક આ પ્રોજેક્ટને અભૂતપૂર્વ ગતિ આપી.
Before You Go
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ





















