શોધખોળ કરો

CM રૂપાણીનો અવાજ લથડ્યો કે તરત પહોંચીને બચાવી લેનાર PSI છે ઉત્તર ગુજરાતના આ જિલ્લાના, જાણો શું છે તેમનું નામ ?

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી.

વડોદરાઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. રૂપાણી લથડ્યા ત્યારે તેમના સીક્યુરિટી જવાનની સતર્કતાએ તેમને નીચે પછડાતાં બચાવી લીધા હતા. આ સીક્યુરિટી જવાનની સતર્કતાની ચોતરફ પ્રસંશા થઈ રહી છે. મુખ્યમંત્રી રૂપાણીનો અવાજ લથડ્યો કે તરત સતર્કતા બતાવીને નીચે પડતા બચાવનારા સીક્યુરિટી જવાન પોલિસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ડી એસ ચુંડાવત છે. આ PSI ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના છે અને મુખ્યમંત્રીની સીક્યુરિટી સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. વડોદરામાં સ્ટેજ પર રૂપાણી બોલતાં બોલતાં અચાનક રોકાયા હતા ને તેમની આંખો પણ બંધ થઈ ગઈ હતી. ચાલુ ભાષણ દરમિયાન જ તેમને ચક્કર આવતાં તે લથડીને નીચે પડવા લાગ્યા હતા પણ તેમની સીક્યુરિટીમા તૈનાત PSI ડીએસ ચુંડાવતે ભારે સતર્કતા બતાવીને તેમને નીચે પડવા નહોતા દીધા. રૂપાણી પ્રવચન આપતા હતા ત્યારે PSI ડીએસ ચુંડાવત દૂર ઉભા હતા. રૂપાણીની આંખો બંધ થવા લાગી ને તેમનો અવાજ લથડતાં PSI ચુંડાવત તાત્કાલિક રૂપાણીની પાછળ આવીને ઉભા રહી ગયા હતા. રૂપાણી લથડે એ પહેલાં તેમના બંને ખભા પકડીને રૂપાણીને નીચે પડતાં પહેલાં જ ઝીલી લીધા હતા ને નીચે પછડાતાં બચાવી લીધા હતા. PSI ચુંડાવતે સતર્કતા બતાવીને રૂપાણીને પછડાઈને ગંભીર ઈજા નહોતી થવા દીધી. PSI ચુંડાવતની આ સતર્કતા અને ફરજ તરફની નિષ્ઠાની પ્રસંશા થઈ રહી છે.

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

Embed widget