શોધખોળ કરો

વડોદરામાં આભ ફાટ્યુ, વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 20 ઇંચ ખાબક્યો

શહેરમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતી સર્જાવાની દહેશત છે.

વડોદરાઃ વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. વિજળીના કડાકા– ભડાકા સાથે 24 કલાકમાં જ 20 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો છે. વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં ઝાડ નીચે દબાઈ જવાથી ચાર લોકોના મોતના અહેવાલ છે. ઠેરઠેર પાણી ભરાતા બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. મોડી સાંજે વડોદરાના ભાથુજીનગર પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં એક ઝુંપડાને અડીને આવેલી 15 ફૂટની દીવાલ ધસી પડતા 4ના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરૂષ છે. વડોદરામાં આભ ફાટ્યુ, વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 20 ઇંચ ખાબક્યો વાતાવરણને ધ્યાનમાં રાખતા વડોદરા એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. વરસાદને લીધે ઘણી ટ્રેનોના કાર્યક્રમ અને રૂટમાં ફેરબદલ કરવામાં આવ્યો. આમાં, 12917 અમદાવાદ-નિઝામુદ્દીન એક્સપ્રેસ, 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ અને 19309 ગાંધીનગર-ઈન્દોર એક્સપ્રેસ JCO 31/7/19 ગોધરા-ડાકોર-આણંદ તરફ ડાયવર્ડ કરાઈ. ભારે વરસાદને પગલે વૈકુંઠ-2, ખોડીયાર નગર, VIP વિસ્તારની સોસાયટીઓમાં 2-2 ફૂટ પાણી ભરાતા, કેટલાક લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં સવારે છ વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીના ગાળામાં 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે આજે શહેરની સ્કૂલ અને કૉલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વડોદરામાં આભ ફાટ્યુ, વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 20 ઇંચ ખાબક્યો શહેરમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતી સર્જાવાની દહેશત છે. જેને પગલે જિલ્લા કલેક્ટરે આર્મી બોલાવી છે. હાલમાં અમદાવાદ ખાતે આર્મીની બે કોલમના ૧૬૦ જવાનો સ્ટેન્ડબાય રખાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget