શોધખોળ કરો
વડોદરામાં જાહેર કાર્યક્રમમાં ભાજપના જ બે મોટા નેતાઓ ઝઘડી પડ્યા પછી શું થયું, જાણો વિગત

વડોદરા: કર્મચારી ભવિષ્ય નિધિ કચેરી દ્વારા ઉંડેરા ખાતે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત શ્રમયોગીઓને પેન્શન યોજનાનાં કાર્ડ વિતરણ કરવાના જાહેર કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા અને વડોદરા તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તેજસ પટેલ જાહેરમાં બાખડી પડ્યા હતાં.
બંને નેતાઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અભદ્ર અને અપશબ્દો સુધી પહોંચતાં સન્નાટો છવાઈ ગયો હતો. ભાજપના જ બન્ને નેતાઓ જાહેરમાં બાખડી પડતાં હાજર સૌ કોઈ જોઈને ચોંકી ગયા હતાં.
આઈઓસીએલ ટાઉનશિપ ખાતે શ્રમયોગીઓને પેન્શન યોજનનાં કાર્ડ વિતરણના કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલિકા પંચાયત સદસ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય તેજસ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા વચ્ચે બોલાચાલી થઈ હતી.
તે દરમિયાન ત્યાં હાજર ધારાસભ્ય સહિતના આગેવાનો અને સરકારી અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તું..તું.. મેં..મેંથી શરૂ થયેલો મામલો ગાળાગાળી સુધી પહોંચી જતાં તાલુકા પંચાયત સદસ્ય તેજસ પટેલ વધુ ઉશ્કેરાઈ ગયા હતા. જ્યારે સમજાવટ બાદ ધારાસભ્યએ મધ્યસ્થી કરતાં મામલો થાળે પડ્યો હતો.
બંને નેતાઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અભદ્ર અને અપશબ્દો સુધી પહોંચતાં સન્નાટો છવાઈ ગયો હતો. ભાજપના જ બન્ને નેતાઓ જાહેરમાં બાખડી પડતાં હાજર સૌ કોઈ જોઈને ચોંકી ગયા હતાં.
આઈઓસીએલ ટાઉનશિપ ખાતે શ્રમયોગીઓને પેન્શન યોજનનાં કાર્ડ વિતરણના કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલિકા પંચાયત સદસ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય તેજસ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા વચ્ચે બોલાચાલી થઈ હતી.
તે દરમિયાન ત્યાં હાજર ધારાસભ્ય સહિતના આગેવાનો અને સરકારી અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તું..તું.. મેં..મેંથી શરૂ થયેલો મામલો ગાળાગાળી સુધી પહોંચી જતાં તાલુકા પંચાયત સદસ્ય તેજસ પટેલ વધુ ઉશ્કેરાઈ ગયા હતા. જ્યારે સમજાવટ બાદ ધારાસભ્યએ મધ્યસ્થી કરતાં મામલો થાળે પડ્યો હતો. વધુ વાંચો