શોધખોળ કરો

વડોદરામાં કારમાં જતાં વેપારની ગાડી ઓવરટેક કરી બાઇકમાં સવાર શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ

Vadodara News: વડોદરામાં 26 જૂનની મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. બાઈક પર આવેલા બે શખ્સોએ કારમાં જતા એક કાપડના વેપારીનો પીછો કરીને તેના પર ફાયરિંગ કર્યું હતું.

Vadodara News:વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં મોડીરાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગારમેન્ટ્સના એક વેપારી પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની માહિતી મળી રહી છે.પ્રાથમિક માહિતી અનુસાર, બાઈક પર આવેલા બે શખ્સોએ વેપારીની ગાડીને ઓવરટેક કરી હતી અને ત્યારબાદ તેમના ખભાના ભાગે ગોળી મારી ફરાર થઈ ગયા હતા. ગોળી વાગતા વેપારી ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સૌપ્રથમ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. સાથે જ એફએસએલની ટીમે પણ સ્થળ પર પહોંચી  પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ, 7 લોકો ઘાયલ, દૂર દૂર સુધી ઉડ્યાં પતરા, જાણો અપડેટસ

મળતી માહિતી મુજબ, મૂળ દિલ્હીનો આ યુવક વડોદરામાં ગારમેન્ટનો વ્યવસાય કરે છે. ગઈકાલે રાત્રે તે કાર લઈને વાઘોડિયા તરફ જઈ રહ્યો હતો. ત્યારે બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવીને તેની કારને ઓવરટેક કરી હતી અને અચાનક ફાયરિંગ કર્યું હતું. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

પોલીસ હાલ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી રહી છે તેમજ ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.

ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.                                                                                     

Frequently Asked Questions

વડોદરામાં કઈ ઘટના બની છે?

વડોદરાના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં મોડીરાત્રે ગારમેન્ટ વેપારી પર ફાયરિંગની ગંભીર ઘટના બની છે. બાઈક પર આવેલા બે શખ્સોએ વેપારીને ગોળી મારી હતી.

ફાયરિંગનો ભોગ બનેલ વેપારી કોણ છે અને તેમની હાલત કેવી છે?

ફાયરિંગનો ભોગ બનેલ વેપારી ગારમેન્ટનો ધંધો કરે છે અને મૂળ દિલ્હીના છે. તેમને ખભાના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

આ ઘટના અંગે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે?

વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે.

ફાયરિંગ પાછળનું કારણ શું છે?

ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લગાડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
Advertisement

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget