શોધખોળ કરો

Vadodara : એન્જીનિયરિંગના 17 વર્ષના વિદ્યાર્થીએ ફ્રેન્ડના ઘરે જઈ પાંચમા માળેથી કૂદી કર્યો આપઘાત....

એન્જિનિયરિંગના વિદ્યાર્થી એવા 17 વર્ષીય મયૂર શીર્ષદે પોતાના મિત્રના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. મયૂરે મિત્રના ઘરે આવી કેમ આપઘાત કર્યો એ સવાલ ઉઠ્યો છે.

વડોદરાઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થી એવા 17 વર્ષીય મયૂર શીર્ષદે પોતાના મિત્રના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતા મયૂરે મોડી રાત્રે મિત્રના ઘરે આવી કેમ આપઘાત કર્યો એ સવાલ ઉઠ્યો છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ગોકુળનગર સોસાયટીમાં મયૂર ક્રિષ્ણા શીર્ષદ રહેતો હતો. બુધવારે મોડી સાંજે 6 વાગ્યા સુધી તેણે મિત્રો સાથે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી. એ પછી મયૂર ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા ગયો હતો. જો કે પોતાના મિત્રને મળતાં પહેલાં મયૂરે શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

સાંજે 7 વાગ્યાની આસપાસ પાર્કિંગમાં જોરથી પડવાનો અવાજ આવતા જ મયૂરનો મિત્ર. તેનો પરિવાર તથા બિલ્ડિંગના રહીશો દોડી આવ્યા હતા. શિવાલય હાઇટ્ર્સના પાંચમા માળેથી પડતું મૂકતાંની સાથે મયૂરનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ મયુરના પરિવારજનોને કરવામાં આવતા તુરંત બધાં દોડી આવ્યાં હતાં. મયૂરનાં માતા તેમજ ભાઇ-બહેનના હૈયાફાટ રૂદને સૌને ખળભળાવી મૂક્યા હતા. તેના પિતા દુબઇમાં છે અને પુત્રના મોતના સમાચારે તેમને ખળભળાવી મૂક્યા હતા.

આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયો હતો.  મયૂર ભણવામાં ખૂબ હોશિયાર હતો અને હાલમાં કોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો.  બપોર બાદ તે ટ્યુસન ક્લાસમાં પણ જતો હતો.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગોત્રી રોડ શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમા માળેથી પડતું મૂકનાર મયૂર શિર્ષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ બનાવ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget