શોધખોળ કરો

Vadodra: આર્થિક સંકડામણમાં પરિવારનો સામુહિક આપઘાત, માતા-પુત્ર બાદ પિતાનું પણ સારવાર દરમિયાન મોત 

વડોદરા શહેરમાં  સામૂહિક આત્મહત્યાની ઘટના બની હતી.  કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં આ દુખદ ઘટના બની હતી.

Vadodara: વડોદરા શહેરમાં  સામૂહિક આત્મહત્યાની ઘટના બની હતી.  કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં આ દુખદ ઘટના બની હતી.  સિક્યુરિટીમાં કામ કરતા પિતાએ પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી હતી. આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાનું માહિતી મળી રહી છે. માતા નયનાબેન, પુત્ર મિતુલનું મોત નીપજ્યું હતું,  જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમનું પણ મૃત્યું થયું છે.  માતાએ ઝેરી દવા, પુત્રએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર હતી. જ્યારે પિતાએ ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા. આર્થિક સંકડામણમાં પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. મુકેશભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 

પંચાલ પરિવારએ સામૂહિક આત્મહત્યા કરી હતી

વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા પિરામિતા રોડની કાછીયા પોળ ખાતે ભાડાના મકાનમાં રહેતા પંચાલ પરિવારએ સામૂહિક આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. સામૂહિક આપઘાત કેસમાં માતા નયનાબેન પંચાલ અને પુત્ર મિતુલ પંચાલ અને પતિ મુકેશ પંચાલનું મોત થયું છે. મુકેશ પંચાલને  લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.  સામૂહિક આપઘાતમાં 25 વર્ષના પુત્ર મિતુલ પંચાલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, જ્યારે માતા નયનાબેને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો, જ્યારે પતિ મુકેશ પંચાલે ગળાના ભાગે રેઝર બ્લેડના ઘા મારી આપઘાત કર્યો હતો. 

Vadodra: આર્થિક સંકડામણમાં પરિવારનો સામુહિક આપઘાત, માતા-પુત્ર બાદ પિતાનું પણ સારવાર દરમિયાન મોત 

મુકેશ પંચાલનો પરિવાર છેલ્લા 5 વર્ષથી ભાડાના મકાનમાં રહેતો હતા. આ ઘટના બાદ મકાન માલિકે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મકાનમાં બીજા માળે રહેતાં પંચાલ પરિવારના ઘરમાં જોતા પુત્ર ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો, જ્યારે માતાએ ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર કેસમાં FSLની પણ મદદ લીધી. FSLની ટીમે ઘટનાસ્થળેથી વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા હતા.

 પોલીસને ઘટનાસ્થળ પરથી ડાયરી મળી
 
મુકેશ પંચાલ સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા,જ્યારે 25 વર્ષનો પુત્ર મિતુલ હાલ કોઈપણ કામ ધંધો કરતો ન હતો, પરંતુ તે શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ઘટનાના પગલે સ્થાનિક કોર્પોરેટર  પણ સ્થળ પર દોડી આવ્યા હતા. DCP ઝોન 2 અભય સોનીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ પરથી પોલીસને એક ડાયરી મળી છે. જેમાં લખેલી નોટની ખરાઈ કરવામાં આવી રહી છે, જેમાં મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહ્યું તે બાબતે અમે તપાસ કરી રહ્યા છે. આ સાથે જ પરિવારે આર્થિક સંકડામણના કારણે પણ આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારના માથે દેવું પણ ઘણું થઈ ગયું છે. પુત્ર મિતુલ પંચાલને શેર માર્કેટમાં નુકશાન પણ થયું હોવાની માહિતી પોલીસને મળી છે.

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
Embed widget