શોધખોળ કરો

ગુજરાત ભાજપના ધારાસભ્યની ખુલ્લી ધમકી, 'મારી દીકરીને ભાજપ ટિકિટ નહીં આપે તો કોંગ્રેસમાંથી લડશે.'

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ ઉભા રહેનારા દીકરાને ટેકો આપીને ભાજપ સામે ખુલ્લો બળવો કર્યો છે

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે હવે મધુ શ્રીવાસ્તવે પોતાની દીકરી નિલમ શ્રીવાસ્તવને ટિકિટના મુદ્દે પણ ભાજપ હાઈકમાન્ડને ધમકી આપી છે. શ્રીવાસ્તવે કહ્યું છે કે, મારી દીકરી નીલમ નિગમને ભાજપ જિલ્લા પંચાયતમાં ટિકિટ નહીં આપે તો તે પણ અપક્ષ તરીકે કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે.  મધુ શ્રીવાસ્તવે આડકતરી રીતે ભાજપ નેતાગીરીને ધમકી આપી છે ને પોતાની દીકરીને ટિકિટ આપવા કહ્યું છે. મધુ શ્રીવાસ્તવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ ઉભા રહેનારા  દીકરાને ટેકો આપીને ભાજપ સામે ખુલ્લો બળવો કર્યો છે. હવે તેમણે પોતાની દીકરીને મુદ્દે પણ ભાજપ સામે બગાવતી તેવર બતાવ્યા છે. આ પહેલાં વાઘોડિયા ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એલાન કર્યું હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોને મારા આશીર્વાદ છે. મારા પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ અને ભાજપમાંથી ઉમેદવારી નોધાવી  છે અને દીપક શ્રીવાસ્તવ અપક્ષ લડશે તો હું એનો ચૂંટણી પ્રચાર કરીશ. મધુ શ્રીવાસ્તવે આ નિવેદન દ્વારા ભાજપ નેતાગીરીને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે. આ પહેલાં તેમના પુત્ર દીપકે પણ હુંકાર કર્યો હતો  કે, હું ભાજપને હરાવીશ અને હું જ જીતીશ.  વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભરીને  ભાજપ હાઈકમાન્ડને લીધો પડકાર ફેંક્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ 15માં ભાજપમાંથી ટિકિટ ના મળતા દીપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. દીપક શ્રીવાસ્તવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 2015માં વોર્ડ નંબર 15માંથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી પણ ભાજપના નવા નિયમ પ્રમાણે પિતા પાસે પક્ષની જવાબદારી હોવાથી ટિકિટ નથી મળી.

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

Embed widget