શોધખોળ કરો

વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર

Vadodara Rain: વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકાર, એકને બચાવ્યો.
  • NDRF ટીમો સજ્જ, તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર.
  • પાદરામાંથી 76 લોકોનું સ્થળાંતર, ઓરસંગ નદી પૂર જેવી.

Vadodara Rain: વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા છે. અલકાપુરી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન એક વિસ્તારમાં પાણીમાં વાહનચાલક ફસાઈ જતાં જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો. જ્યારે અલકાપુરી વિસ્તારમાંથી મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. આગામી કલાકોમાં પણ તીવ્ર વરસાદની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી કામ વગર બહાર ન નીકળવા અને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

મધ્ય ગુજરાત અને વડોદરા જિલ્લા માટે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે NDRF પણ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા અને મધ્ય ગુજરાત માટે NDRF ની 3 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અગાઉ બનાસકાંઠા, પાટણ અને જૂનાગઢ ખાતે ડિપ્લોય કરવામાં આવેલી ટીમોને મોડી રાત્રે વડોદરા હેડક્વાર્ટર ખાતે પરત બોલાવી લેવામાં આવી છે, જેથી સ્થિતિ વણસે તો આ ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરી શકાય.

આ પણ વાંચો...Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

વડોદરા  જિલ્લાના શિનોર તાલુકા પંથકમાં પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ શરૂ કરી છે. શિનોરના તમામ ગામડાઓમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગામડાઓની ગલીઓમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ, પાદરા તાલુકામાં સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે 76 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. મહીસાગર નદીના ડબકા ગામ નજીક તળિયાભાઠા વિસ્તારમાં વસતા 20 પરિવારોને ગંભીરા ખાતે આવેલી શાળામાં આશરો આપવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ પૂરની સ્થિતિ વખતે આ વિસ્તારના લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર પડી હોવાથી, મામલતદાર અને વડુ પોલીસ સહિતના વહીવટી તંત્રે સ્થળ પર પહોંચી આગોતરી કામગીરી કરી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદી આ સીઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. છોટાઉદેપુરની હરણ નદીમાં આવેલા ઘોડાપૂરના પાણી ઓરસંગ નદીમાં ભળતાં નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડભોઈના ચણવાડા નજીકથી પસાર થતી ઓરસંગ નદી બંને કાંઠે વહેતા જ સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહની લહેર છવાઈ ગઈ છે.

Frequently Asked Questions

વડોદરા શહેરમાં વરસાદના કારણે હાલની પરિસ્થિતિ શું છે?

વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

ભારે વરસાદ માટે NDRF દ્વારા શું તૈયારીઓ કરાઈ છે?

હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે NDRFની 3 ટીમો વડોદરા અને મધ્ય ગુજરાત માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમોને હેડક્વાર્ટર ખાતે પરત બોલાવી લેવાઈ છે.

પાદરા તાલુકામાં વરસાદને કારણે કોઈ સ્થળાંતર કરાયું છે?

હા, પાદરા તાલુકામાં સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને 76 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. મહીસાગર નદીના ડબકા ગામ નજીકના 20 પરિવારોને શાળામાં આશ્રય અપાયો છે.

ઓરસંગ નદીની હાલની સ્થિતિ શું છે?

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદી આ સીઝનમાં પહેલીવાર બંને કાંઠે વહી રહી છે. છોટાઉદેપુરની હરણ નદીના ઘોડાપૂરના પાણી ભળતાં નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget