શોધખોળ કરો

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાની કાર સળગાવનારા મુસ્લિમ યુવકે આપ્યું એવું કારણ કે જાણીને ચોંકી જશો

કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન હતું પણ પોલીસ તપાસમાં કારમાં એક યુવકે આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું

વડોદરાઃ ગુજરાત સરકારમાં ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલની કાર સળગાવવાનો મામલામાં પોલીસે પકડેલા મોહમ્મદ અનિશ દારૂવાલાએ કારમાં આગ લગાડવા માટે મોંઘવારીનું આશ્ચર્યજનક કારણ આપ્યું છે. મોહમ્મદ અનિશ દારૂવાલાએ યોગેશ પટેલની કારમાં આગ લગાડી પછી તેની ધરપકડ કરાઈ છે. દારૂવાલાએ યોગેશ પટેલ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું રટણ ચાલુ રાખ્યું છે.

મોહમ્મદ અનિશ દારૂવાલાએ પોતે ભાજપનો હોવાનું અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ઓળખતો હોવાનું પણ જણાવ્યું છે. 27 જાન્યુઆરીએ બનેલી ઘટનામાં રાવપુરા પોલીસમાં નોંધાયો ગુનો છે પણ તપાસ શહેર ગુના શાખાને સોંપાઇ છે.
ધારાસભ્ય યોગેશ પટેલના ડ્રાઈવર ગૌરાંગ પટેલ ઉર્ફે ભૂરો પટેલે  સમગ્ર મામલે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી મોહમ્મદ અનિસ દારૂવાલા અગાઉ હથિયારબંધી અને જુગાર કેસમાં પકડાયો હતો.

વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં 27 જાન્યુઆરીએ આગ હતી. 27 જાન્યુઆરીએ વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ  લાગી હોવાનું અનુમાન હતું. જયુબેલીબાગ પોલીસ ચોકી પાસે કાર પાર્ક કરી હતી ત્યારે કારમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો  હતો. આ આગમાં ધારાસભ્યની કાર બળીને ખાખ થઈ ગઈ હતી.  

શરૂઆતમાં ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન હતું પણ પોલીસ તપાસમાં યોગેશ પટેલની કારમાં એક યુવકે આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સીસીટીવી તપાસતાં બાઇક પર આવેલ એક વ્યક્તિ કારમાં આગ લગાડે છે એવું સ્પષ્ટ હતું.

જયુબેલીબાગ પોલીસ ચોકી પાસે પાર્ક  કરેલી કારમાં યુવક આગ લગાવતો હોય એવા  સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવતાં યોગેશ પટેલના ડ્રાઈવર ગૌરાંગ ઉર્ફે ભૂરો પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે કારમાં આગ લગાવવાના આરોપમાં મોહમ્મદ હનીફ દારૂવાળા (રહે. મોગળવાડા)ની ધરપકડ કરી હતી. 

ટોપ સ્ટોરી

સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Embed widget