શોધખોળ કરો

Vadodara: સ્વીટીના હત્યારા PI દેસાઈએ કોંગ્રેસના ક્યા ટોચના નેતાની મદદથી લાશ સળગાવી દીધી હતી ? જાણો ચોંકાવનારો ખુલાસો

અજય દેસાઈએ કબૂલ્યું હતું કે, તેણે જ ગળેટૂંપો દઈને સ્વીટી પટેલની હત્યા કરી હતી.આ હત્યા પછી લાશને સગેવગે કરવામાં અને પુરાવાનો નાશ કરવામાં પીઆઈ અજય દેસાઈએ પોતાના મિત્ર અને કોંગ્રેસના નેતાની મદદ લીધી હતી.

વડોદરાઃ વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અંતે સ્વીટીના લિવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ) અજય દેસાઈએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી પછી ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના લિવ-ઈન પાર્ટનર અને વડોદરા રૂરલના પીઆઈ અજય દેસાઈએ હત્યા કરી હોવાનું શોધી કાઢ્યું છે.

પોલીસને ગોળ ગોળ ફેરવતા પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેણે જ ગળેટૂંપો દઈને પોતાની સાથે રહેતી સ્વીટી પટેલની હત્યા કરી હતી. સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે ઝગડો થયો હતો.

આ હત્યા પછી લાશને સગેવગે કરવામાં અને પુરાવાનો નાશ કરવામાં પીઆઈ અજય દેસાઈએ પોતાના મિત્ર અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. કિરીટસિંહ જાડેજાએ પોલીસ તપાસમાં દેસાઈનાં કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. કિરીટસિંહ સામે પણ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કિરીટસિંહની  મદદથી પી.આઈ. અજય દેસાઈએ લાશને સળગાવીને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો.

પીઆઇ અજય દેસાઇ અગાઉ કરજણ ફરજ બજાવતા હતા ત્યારે સ્થાનિક કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા સાથે નિકટતા કેળવાઈ હતી. કિરીટસિંહ કરજણ બેઠક પરથી 2020માં  વિધાનસભાની પેટાચૂંટણી પણ લડી ચૂક્યા છે. કોંગ્રેસ છોડીન ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલ સામે કિરીટ જાડેજાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા પણ જાડેજાની અક્ષય પટેલ સામે હાર થઈ હતી.

અજય દેસાઈએ સ્વીટીની હત્યા બાદ કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી.  સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી લઇ ગયા હતા. જયાં અવાવરુ હોટેલની પાછળ લાશને સળગાવી દીધી હતી. કિરીટ સિંહે વટાણા વેરી દેતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. રાત્રે પીઆઇ દેસાઇ અને કિરીટસિંહ સામે પોલીસે હત્યા અને પુરાવાના નાશનો ગુનો નોંધવાની તજવીજ કરી હતી. પીઆઇ દેસાઇ ફરજ બજાવતા હતા, ત્યાં જ આરોપી બન્યા હતા. વડોદરાના (Vadodara) SOG PI અજય દેસાઇએ  પત્ની સ્વીટી પટેલની (Sweety Patel) હત્યા કરી હોવાનું અજય દેસાઇએ (Ajay Desai) ક્રાઇમ બ્રાન્ચ સામે કબૂલ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી
Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget