શોધખોળ કરો

Vadodara : દિલ્લીની મોડેલને હોટલમાં બોલાવી પરાણે શરીરસુખ માણનાર યુવકને લઈ શું સામે આવી ચોંકાવનારી વિગતો?

દિલ્લીની યુવતીને વડોદરાની રાજધાની હોટલમાં બોલાવી રજનીશ ઉર્ફે રાજ રામદુલાર મિશ્રા દ્વારા તેના ન્યૂડ ફોટા પાડી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી નવાપુરા શિયાબાગ,મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહે છે.

વડોદરાઃ મોડેલિંગ, ફિલ્મો, ટીવી સિરિયલ કામ આવવાની લાલચ આપી યુવતીનું વડોદરાની હોટલમાં શારીરિક શોષણની ઘટનામાં પોલીસે એક શકમંદની ધરપકડ કરી છે. મૂળ ઉત્તરાખંડની અને હાલ દિલ્હીમાં રહેતી યુવતીનું વડોદરાની હોટેલમાં શારીરિક શોષણ કરાયું હતું. ફેસબુક પર મોડેલિંગની એડવર્ટાઇઝ આપી ગત વર્ષે ફેબ્રુઆરી મહિલાનામાં યુવતીને વડોદરા બોલાવવામાં આવી હતી. ત્યારે પોલીસે આ યુવતીને ફસાવનાર હવસખોરને ઝડપી પાડ્યો છે. આરોપી માત્ર 12 પાસ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આરોપી વડોદરામાં જ રહેતો હતો. પોલીસે વોચ ગોઠવીને ઝડપી લીધો છે. 

દિલ્લીની યુવતીને વડોદરાની રાજધાની હોટલમાં બોલાવી રજનીશ ઉર્ફે રાજ રામદુલાર મિશ્રા (રહે.આત્મરાજ રામદુલારે,જૈનપુર પંડિત કા પુરા,આંબેડકર નગર,ખેરવાડ,ઉત્તરપ્રદેશ ) દ્વારા તેના ન્યૂડ ફોટા પાડી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી નવાપુરા શિયાબાગ,મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહે છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન  આરોપી  માત્ર ધો.૧૨ સુધી જ ભણેલો હોવાનું અને અગાઉ ગોલ્ડન ચોકડી પાસેની એક ઓફિસમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હાલમાં કોઇ કામધંધો કરતો નથી. રજનીશ તેના બે મિત્રો સાથે મળીને ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો.

ગઈ કાલે પોલીસે આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 10 ભોગ બનનાર યુવતીઓ મળી આવી હતી. પોલીસનું માનવું છે કે, આ ભેજાબાજે અસંખ્ય યુવતીઓને પોતાની જાળવામાં ફસાવી છે. જેમાંથી કેટલીક યુવતીઓએ દિલ્લીમાં પોલીસ ફરિયાદ કરી છે. તેની વિગતો મંગાવીને પણ પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. 

ભોગ બનનાર યુવતીએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા આરોપીએ મને પોટફોર્લિયો માટે વડોદરા બોલાવ્યો હતો. મને બીજી મોડેલ્સ પણ આવશે, તેમ જણાવ્યું હતું,. આથી હું વડોદરા પહોંચી હતી. હું હોટલ પહોંચી તો બીજી કોઈ યુવતીઓ ન હોવાથી મેં પૂછ્યું તો તેમણે કહ્યું કે, તમે થોડા મોડા પડ્યા છો. બીજી બધી યુવતીઓ પોટફોર્લિયો કરાવીને જતી રહી છે. આથી મેં કહ્યું કે, મારે હવે રોકાવાનું કોઈ કારણ નથી. આથી તેણે કહ્યું કે, મારી પાસે તમારા માટે ટીવી સિરિયલની પણ ઓફર છે. મેં કોન્ટ્રાક્ટ વાંચ્યો તો મને બરોબર લાગ્યો. આથી મેં તેને 35 હજાર રૂપિયા કેસ આપી દીધા. 

યુવતીએ કહ્યું કે, આ પછી થોડી ઘણી વાતચીત થઈ. પછી એણે કહ્યું કે, ટીવી સિરિયલમાં કામ કરવા માટે આ બધી વસ્તુઓ કરવી પડે છે. આ પછી તેણે તેના ફોનમાં ઘણી યુવતીઓની નગ્ન તસવીરો બતાવી. મૈં તેનો વિરોધ કર્યો તો મને માર માર્યો અને મારું 3-4 વાર શોષણ કર્યું. આ ઘટનાથી હું એટલી હેબતાઇ ગઈ હતી કે, પાછી દિલ્લી આવી ગઈ. પછી એક વર્ષ પછી અન્ય ફેક નામથી આ જ વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. તેમજ તેણે ફરી એજ ઓફર કરતાં હું તેને ઓળખી ગઈ અને મેં એ કરવા ઇનકાર કરી દીધો. 

આથી તેણે મારા ફોટા પર કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી. કોમેન્ટ કરી કે, આ યુવતીની નગ્ન તસવીરો-વીડિયો જોઇએ તે મારો કોન્ટેક્ટ કરે. મેં તેની સાથે પર્સનલ વાત કરી તો તેણે કહ્યું કે, તારી નગ્ન તસવીરો અને વીડિયો મારી પાસે છે. તેણે આ નગ્ન ફોટા મને વોટ્સએપ પર મોકલ્યા. જે એક વર્ષ પહેલા મને ટોર્ચર કરીને લીધી હતી. જેથી હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. તેણે મને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. તેમજ 50 હજાર રૂપિયાની માંગણી કરવા લાગ્યો હતો અને ન આપે તો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આથી મેં દિલ્લી પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમણે આ ફરિયાદ વડોદરા ટ્રાન્સફર કરી. અહીં મને મેઘામેડમનો ખૂબ સારો સહકાર મળ્યો. હું ગુજરાત સરકારની જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે. 

કરણ જોહર ગ્રુપ અને ધર્માં પ્રોડક્શનનો ડાયરેકટર હોવાની ઓળખ આપી યુવતીને ગેરમાર્ગે દોરી હતી. રાજ ઉર્ફે રજનીશ મિશ્રા નામના યુવકે ગત વર્ષે 29 ફેબ્રુઆરીએ વડોદરાની હોટેલમાં યુવતીને બોલાવી હતી. પોર્ટ ફોલિયો બનાવવાનું કહી હોટેલમાં બોલાવી હતી તેમજ અહીં રાખી બળજબરીપૂર્વક  શરીર સંબંધ બાંધ્યો અને તેનું વિડીયો રેકોર્ડિંગ કર્યું.

શરીરસંબંધ નહીં બાંધવા દે તો જાનથી મારી નાંખવાની ધમકી દુષ્કર્મ આચર્યું હતું. શારીરિક શોષણ ઉપરાંત રૂપિયા પણ પડાવ્યા હતા. એક વર્ષ બાદ આકાંક્ષા નામની યુવતીના 8 થી 10 ફેક એકાઉન્ટ બનાવ્યા અને તેના પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બલેકમેલ કરવાનું ચાલુ કર્યું. હોટેલમાં ઉતારેલ વીડિયો મોકલી ધમકી આપી હતી. વારંવાર ના ત્રાસ થી કંટાળેલા યુવતીએ નંબર  બ્લોક કર્યો હતો. જોકે, એક વર્ષ પછી ફરી એકવાર રંજાડ શરૂ કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget