શોધખોળ કરો

Vadodara: પોલીસે ગણેશોત્સવ દરમિયાન મૂર્તિની ઉંચાઈને લઈને જાહેરનામું બહાર પાડતા બીજેપી નેતાએ નોંધાવ્યો વિરોધ, મામલો પહોંચ્યો હર્ષ સંઘવી સુધી

વડોદરા: પોલીસે આવનાર  ગણેશોત્સવ તહેવારમાં માટીની 9 ફૂટ અને પી.ઓ.પી ની 5 ફૂટથી ઉંચી પ્રતિમા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડયું હતું, જોકે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને જાહેરનામું પરત ખેંચવા રજુઆત કરી છે.

ગાયકવાડી શાસનથી જ વડોદરામાં ગણેશ મહોત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. શહેરભરમાં નાના મોટા પંડાલમાં ગણેશ ભગવાનની પ્રતિમા બિરાજમાન કરી ગણેશોત્સવ તહેવારને ઉજવવામાં આવે છે. જોકે એ પહેલા જ વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે શહેરમાં ગણપતિની માટીની પ્રતિમા 9 ફૂટ અને પીઓપીની 5 ફૂટથી વધુ ઉંચાઈની પ્રતિમા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે મૂર્તિકારો એ છેલ્લા 4 મહિનામાં અનેક ઓર્ડર લઈ 10, 12, 15 ફૂટ સુધીની પ્રતિમાઓ બનાવવાનું શરૂ કરી દીધું હતું. 

નોંધનીય છે કે, શહેરમાં અંદાજીત 1000 પંડાલોમાં ગણપતિ ભગવાનની મહાકાય પ્રતિમાઓ બેસાડવામાં આવતી હોય છે તો 2000 થી વધુ પંડાલોમાં મધ્યમ કદની પ્રતિમા બેસાડવામાં આવે છે. ગણપતિ પંડાલના અનેક આયોજકો, મૂર્તિકારોએ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લને આ જાહેરનામું પાછું ખેંચવા રજુઆત કરી હતી. કેમકે હજારો લાખો રૂપિયા ખર્ચાઈ ચુક્યા છે. ગણેશજીની પ્રતિમાઓ બની ચુકી છે ત્યારે બંને નેતાઓએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખી જાહેરનામું પરત ખેંચવા રજુઆત કરી હતી. આ રજુઆતથી ખુશ થઈ મૂર્તિકારો અને પંડાંલના આયોજકોએ દંડક બાળકૃષ્ણ શુક્લનું મોઢું મીઠું કરાવી શ્રીજીની પ્રતિમા આપી હતી. જોકે પોલિસનું જાહેરનામું હજુ સુધી પરત ખેંચાયું નથી.

આગામી 5 દિવસ આ જિલ્લામાં રહેશે મેઘમહેર

 હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘમહેર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાંમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ ગાંધીનગર શહેર સહિત આસાપાસના ગામડામાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે ગુજરાતમાં 5 દિવસ માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં કાલથી ચોમાસાનો ચોથો રાઉન્ડ  શરૂ થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ  શુક્ર અને શનિવારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.  આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. જેમાં ડાંગ, તાપી, નવસારી,વલસાડમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે વરસાદને લઇને  યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આવતી કાલે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ છુટછવાયા સામાન્ય વરસાદનું શક્યતા છે. અમદાવાદમાં  પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે. અહીં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે. સમગ્ર દેશના હવામાનની વાત કરીએ તો 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget