શોધખોળ કરો

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વડોદરાના રાવપુરા, સયાજીગંજ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ; હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એક સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Vadodara rain update today: ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી રહી છે. વડોદરા શહેરમાં 2 દિવસના વિરામ પછી ફરી એકવાર ધીમી ધારે વરસાદી ઝાપટાં શરૂ થયા છે, જેનાથી લોકોને બફારામાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ, હવામાન વિભાગે (IMD) પણ એક નવું અપડેટ આપ્યું છે, જેમાં આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો અને હવામાન અંગેની પૂરી વિગત શું છે.

વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ

છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી મારી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ ગતિએ વરસાદ વરસતા વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ છે.

આ વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટાં:

રાવપુરા અને દાંડિયા બજાર

સયાજીગંજ, ફતેહગંજ અને સમા

છાણી અને માંજલપુર

મકરપુરા

આજવા રોડ અને વાઘોડિયા રોડ

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી

આગામી સપ્તાહના હવામાન અંગે વાત કરીએ તો, હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રિજનના (Gujarat Region) અમુક વિસ્તારોમાં હજુ પણ આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે.

અમદાવાદનું હવામાન: અમદાવાદના લોકો માટે પણ અપડેટ છે. શહેરમાં આગામી દિવસોમાં આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ પડવાની પૂરી શક્યતા છે.

માછીમારો માટે સૂચના: દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી લઈને પશ્ચિમ તરફની રહેશે. જોકે, માછીમારો માટે હાલમાં દરિયો ન ખેડવા અંગે કોઈ વિશેષ ચેતવણી કે સૂચના આપવામાં આવી નથી.

હાલમાં રાજ્યમાં બે મુખ્ય વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે જ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે:

મોન્સૂન ટ્રફ: વરસાદ લાવતી આ સિસ્ટમ હાલમાં રાજસ્થાનના બિકાનેરથી લઈને દિલ્હી, લખનઉ, પટના અને પૂર્વ દિશામાં છેક મણિપુર સુધી વિસ્તરેલી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન: રાજસ્થાનની ઉત્તર-પૂર્વ દિશામાં હજુ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ટ્રફ યથાવત બનેલા છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળી રહી છે.

ટોપ સ્ટોરી

Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG
Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Embed widget