શોધખોળ કરો
MLA મધુ શ્રીવાસ્તવની ‘દબંગગીરી’, મીડિયા કર્મીઓ પર થયા ગુસ્સે પછી શું કર્યું? જાણો
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ જોવા મળ્યાં. મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થઈ ગયા હતા અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો.

વડોદરાઃ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ જોવા મળ્યાં હતાં. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતા ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થઈ ગયા હતા અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. અને પત્રકારોને ગાળો આપી કેમેરા ખેંચ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બે દિવસ પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો અને સાવલીના પડતર પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને વડોદરા સુધી લાંબુ થવું પડ્યું હતું ત્યાર બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. હજુ આ વિવાદની શાહી સુકાઈ પણ ન હતી ત્યાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા હતાં. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતાં ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થયા હતાં અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ પત્રકારોને ગાળો આપીને કેમેરા ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઈલ અટવાઈ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ મીડિયાકર્મીઓએ તેમના પર સવાલોનો મારો કરતા તેઓ મીડિયાકર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા. મહત્વની વાત એ છે કે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ દબંગગીરી કર્યાં બાદ પણ અકડ યથાવત રાખી હતી. પક્ષમાંથી દબાણ વધતાં આખરે મધુ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, હું બજરંગ બલીનો ભક્ત છું, કોઈ પણ અપશબ્દ બોલ્યો નથી.
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બે દિવસ પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો અને સાવલીના પડતર પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને વડોદરા સુધી લાંબુ થવું પડ્યું હતું ત્યાર બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. હજુ આ વિવાદની શાહી સુકાઈ પણ ન હતી ત્યાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા હતાં. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતાં ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થયા હતાં અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ પત્રકારોને ગાળો આપીને કેમેરા ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઈલ અટવાઈ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ મીડિયાકર્મીઓએ તેમના પર સવાલોનો મારો કરતા તેઓ મીડિયાકર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા. મહત્વની વાત એ છે કે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ દબંગગીરી કર્યાં બાદ પણ અકડ યથાવત રાખી હતી. પક્ષમાંથી દબાણ વધતાં આખરે મધુ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, હું બજરંગ બલીનો ભક્ત છું, કોઈ પણ અપશબ્દ બોલ્યો નથી. વધુ વાંચો