શોધખોળ કરો

આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો વિગત

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ: આજે સવારથીજ મેખરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં ઓલપાડમાં 11 ઈંચ, ઉમરપાડામાં 7 ઈંચ, સુરતમાં 4 ઈંચ, વાપી અને કામરેજમાં સાડા ત્રણ ઈંચ અને કપરાડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેથી આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે કહ્યું હતું કે, આગાહીના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ થશે અને ત્રીજા દિવસે ખુબ ભારે વરસાદ અને ચોથા-પાંચમા દિવસે ઓછો વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે વડોદરામાં કેટલીએ સ્કૂલ આજે પણ બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર તૈયાર થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિનો માહિતી આપી હતી. હવામાન વિભાગના મતે, આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. આગામી 24 કલાકમાં ગુજરાતાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ફરીથી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય અમરેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દૂરના વિસ્તારોની વાત કરીએ તો, કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઉભી થતા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના સિવાય પૂર્વ મધ્યપ્રદેશમાં પણ લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં 6 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget