શોધખોળ કરો
અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૌથી મોટા અડ્ડા પર વિસ્ફોટ, 4ના મોત

કાબૂલ: અફગાનિસ્તાનમાં સ્થિત અમેરિકાના સૌથી મોટા સૈના અડ્ડાઓની અંદર થયેલા એક વિસ્ફોટમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ વિસ્ફોટની તાલિબાને જવાબદારી સ્વીકારી હતી. નાટોએ જણાવ્યું કે કાબૂલના ઉત્તરમાં સ્થિત સુરક્ષાની ચાક વ્યવસ્થા વાળા બાગરામ એરફિલ્ડની અંદર વિસ્ફોટ થયો હતો. હુમલામાં માર્યા ગયેલા લોકોની ઓળખ વિશે અત્યારે જાણવા મળી શક્યું નથી. નાટોએ ઔપચારિક રીતે યુદ્ધ અભિયાન સમાપ્ત કર્યાના બે વર્ષોમાં અફગાનિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ છે. સેના ગઠબંધનના એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું કે, બગરામ એરફિલ્ડમાં એક વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો પ્રભાવિત થયા હતા. હુમલામાં ચાર લોકોના મોત થયા અને લગભગ 14 લોકો ઘાયલ થયા છે. તેમને કહ્યું, બગરામમાં પ્રતિક્રિયા દળ સતત ઘાયલોની સારવાર કરી રહ્યું છે અને અન્ય ઘટનાની તપાસ કરી રહ્યું છે. પરવાન પ્રાંતના ગર્વનર વહીદ સિદદીકીએ જણાવ્યું કે આ વિસ્ફોટ તે આત્મઘાતી હુમલાવરના કારણે થયો જેને અડ્ડાની અંદર પોતાની જાતને પણ ઉડાવી દીધી હતી. બગરામ પરવાનમાં આવેલું છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















