શોધખોળ કરો

હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો

ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવો મુશ્કેલ બનશે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક બનાવવાનો નિર્ણય લીધો છે.

Study Abroad Australia : ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવો મુશ્કેલ બનશે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક બનાવવાનો નિર્ણય લીધો છે. નવા નિયમના કારણે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવું પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગયું છે. એવું માનવામાં આવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. ઓસ્ટ્રેલિયાએ અગાઉ વિઝા ફીમાં મોટો વધારો જાહેર કર્યો હતો. જે પછી 1 જુલાઈ, 2024 થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ વિઝા ફી તરીકે 710 ઓસ્ટ્રેલિયન ડોલરને બદલે 1600 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવા પડી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, વિઝિટર વિઝા અને સ્ટુડન્ટ વિઝા ધારકો હવે ઓનશોર સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે કેટલાક ભારતીયો ટુરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે. બાદમાં તેઓ કોઈ કોલેજમાં એડમિશન લઈને સ્ટડી વિઝા મેળવે છે.

ઓસ્ટ્રેલિયાએ વિઝા નિયમોમાં કયા ફેરફારો કર્યા?

-નવા નિયમ મુજબ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ વધુ વિઝા ફી ચૂકવવી પડશે. આ નિયમ અમલમાં આવતા પહેલા વિઝા પ્રોસેસિંગ ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 39,546 રૂપિયા) હતી. હવે તેને વધારીને 1600 ઓસ્ટ્રેલિયન ડૉલર (લગભગ 89,118 રૂપિયા) કરવામાં આવી છે.

-ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે વિદ્યાર્થીઓએ હવે પહેલા કરતા વધુ પૈસા પોતાના સેવિંગ એકાઉન્ટમાં રાખવા પડશે. ઓસ્ટ્રેલિયન વિઝા માટે ક્વોલિફાય થવા માટે તમારે 16.2 લાખ રૂપિયાની ન્યૂનતમ બચત દર્શાવવી પડશે.

-વિઝા માટે માત્ર ભાષાની પરીક્ષા IELTS પાસ કરવી પૂરતું નથી. સારા માર્ક્સ મેળવવા જરૂરી છે. ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે પહેલા 6.0નો સ્કોર હોવો જરૂરી હતો, હવે તે વધારીને 6.5 કરવામાં આવ્યો છે.

- ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા એટલે કે TGV ની ઉંમર ઘટાડવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે તેને ઘટાડીને 35 વર્ષ કરી દેવામાં આવ્યો છે. પહેલા વય મર્યાદા 50 વર્ષની હતી.

ઓસ્ટ્રેલિયામાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓ?

ભારતીય હાઈ કમિશન અનુસાર, જાન્યુઆરી-સપ્ટેમ્બર 2023માં કુલ 1,22,391 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા. વર્ષ 2022 માં, કુલ એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં કુલ 9,76,000 ભારતીયો રહે છે.

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?
UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Vastu Tips: બીજાની આ ત્રણ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન!
Vastu Tips: બીજાની આ ત્રણ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન!
Embed widget