શોધખોળ કરો

Lebanon: બુલેટપ્રુફ જેકેટ પહેરીને લેબનોન પહોંચ્યા ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ, કહ્યું- 'યુદ્ધ ચાલુ રહેશે'

Lebanon:  ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે દક્ષિણ લેબનોનની મુલાકાત લીધી હતી

Lebanon:  ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે દક્ષિણ લેબનોનની મુલાકાત લીધી હતી અને ત્યાં ઇઝરાયલી સૈનિકો સાથે વાતચીત કરી હતી. બુલેટપ્રૂફ જેકેટ પહેરીને નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા હુમલાના ખતરાને સમાપ્ત કરી દીધો છે. 

નેતન્યાહૂ ફ્લેક વેસ્ટ પહેર્યું હતું જે એક પ્રકારે બોડી આર્મર છે. તેને ઓછી સ્પીડ ધરાવતા પ્રોજેક્ટાઈલથી બચવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. નેતન્યાહૂના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં નેતન્યાહૂએ કહ્યું કે લેબનોનમાં યુદ્ધ ચાલુ છે, જેમાં લેબનોનની અંદર સુરક્ષા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. નેતન્યાહૂ માસ્ક પહેરેલા સૈનિકોથી ઘેરાયેલા જોવા મળ્યા હતા. ઇઝરાયલી વડાપ્રધાન સાથે સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝ પણ હાજર હતા.

નેતન્યાહૂએ વધુમાં કહ્યું હતું કે, "અમે જે જોઈ રહ્યા છીએ તે એ છે કે અમે આ સુરક્ષા ક્ષેત્ર દ્વારા લેબનોનથી હુમલાના ભયને નિષ્ફળ બનાવ્યો છે." આ અઠવાડિયાની શરૂઆતમાં નેતન્યાહૂએ જાહેરાત કરી હતી કે તેમણે શક્ય તેટલી વહેલી તકે લેબનોન સાથે સીધી વાતચીતને મંજૂરી આપી છે. 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયલ અને લેબનોન તકનીકી રીતે યુદ્ધમાં છે.

'લેબનોન સાથે કોઈ યુદ્ધવિરામ નથી'

ઇઝરાયલી વડા પ્રધાને પાછળથી કહ્યું કે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે કોઈ યુદ્ધવિરામ નથી. એક વીડિયો નિવેદનમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી ઉત્તર ઇઝરાયલમાં સુરક્ષા ફરીથી સ્થાપિત ન થાય ત્યાં સુધી ઇઝરાયલ હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખશે. હું તમને કહેવા માંગુ છું કે, લેબનોનમાં કોઈ યુદ્ધવિરામ નથી. અમે સંપૂર્ણ તાકાતથી હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખીએ છીએ અને જ્યાં સુધી અમે તમારી સુરક્ષા ફરીથી સ્થાપિત ન કરીએ ત્યાં સુધી અમે અટકીશું નહીં."

નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું હતું કે, "વાટાઘાટોનો ધ્યેય હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાનો અને ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પ્રાપ્ત કરવાનો છે. લેબનોન સરકારની વારંવારની વિનંતીઓ બાદ ગઈકાલે રાત્રે મેં મંત્રીમંડળને બે ધ્યેયો પ્રાપ્ત કરવા માટે લેબનોન સાથે સીધી વાટાઘાટો શરૂ કરવાનો નિર્દેશ આપ્યો: પ્રથમ હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાનો. બીજું, ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર." તેમણે કહ્યું છે કે તેઓ એક શાંતિ કરાર ઇચ્છે છે જે પેઢીઓ સુધી ચાલશે. આ જાહેરાતો પછી ઇઝરાયલ સંરક્ષણ દળોએ હિઝબુલ્લાહ લોન્ચ સાઇટ્સ પર નવા હુમલાઓ શરૂ કરી દીધો છે. 

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget